મારમારી:બાબરા તાલુકાના વાવડામાં ત્રણ શખ્સે યુવકને મારમાર્યાે

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાકડી અને પાઇપ વડે ઇજા પહાેંચાડી ધમકી આપ્યાની ફરિયાદ

બાબરા તાલુકાના વાવડામા રહેતા એક યુવકને અહી જ રહેતા ત્રણ શખ્સોએ બાેલાચાલી કરી પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના બાબરાના વાવડામા બની હતી. અહી રહેતા મનીષભાઇ ભગવાનભાઇ ભાયાણી (ઉ.વ.32) નામના યુવકે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેના ખેતરનાે શેઢાે અને તેના કાકા ભરતભાઇના ખેતરનાે શેઢાે એક હાેય જેથી શેઢા પર જટકા મશીનના તાર બાંધવા તેના કાકાએ નાજા ઉકાભાઇ મેવાડાને મદદ કરવા માટે આવવાનુ કહ્યુ હતુ. જાે કે તે આવ્યાે ન હતાે. જેથી મનીષભાઇએ તેના કાકાને વાત કરી હતી.

આ વાતનુ મનદુખ રાખી નાજા ઉકાભાઇ મેવાડા તેમજ જીણા ઉકાભાઇ અને રાધાબેન નાજાભાઇ નામના શખ્સાેએ બાેલાચાલી કરી પાઇપ અને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે એએસઆઇ એ.એસ.કટારા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.