ફરિયાદ:વલારડીમાં મહિલાને પુત્રનો જન્મ થતો ન હોઇ પતિએ માર્યો

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંતાનમાં ત્રણ દિકરીઓ હોઇ મેણાંટોણાં મારી દુ: ખત્રાસ ગુજાર્યો
  • મારી નાખવાની ધમકી આપતા બાબરા પોલીસમાં ફરિયાદ

બાબરા તાલુકાના વલારડીમા રહેતા એક પરિણિતાને સંતાનમા ત્રણ દીકરી હોય અને પુત્રનો જન્મ થતો ન હોય જેને પગલે તેના પતિએ મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.મહિલાને મારમાર્યાની આ ઘટના બાબરાના વલારડીમા બની હતી. અહી રહેતા અનીતાબેન મહેશભાઇ જીલીયા (ઉ.વ.23) નામના મહિલાએ બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેને સંતાનમા ત્રણ દીકરીઓ છે. અને દીકરાનો જન્મ થતો ન હોય તેના પતિ મહેશભાઇ અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુખત્રાસ ગુજારી રહ્યાં હતા.

આ ઉપરાંત તેના પતિ મહેશે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પાછલા પાંચેક વર્ષથી તેના પતિ મહિલાને ત્રાસ ગુજારી રહ્યાં હતા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પી.પી.ડેર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...