કોરોના અપડેટ:બે દિવસમાં જિલ્લામાં 2739 લોકોના કોરોના ટેસ્ટ કરાયા, જો કે એકેય પોઝીટીવ કેસ નહી

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 27032 લોકોને વેક્સિન અપાઇ

અમરેલી જિલ્લામા કાેરાેના નિયંત્રણમા છે પરંતુ શરદી, તાવ, ઉધરસનાે વાયરાે જાેવા મળી રહ્યાે છે. જેને પગલે અાવા લક્ષણવાળા દર્દીઅાેના કાેરાેના ટેસ્ટ કરાઇ રહ્યાં છે. બે દિવસ દરમિયાન 2739 લાેકાેના કાેરાેના ટેસ્ટ કરાયા હતા.અમરેલી પંથકમા પાછલા કેટલાક સમયથી જાેવા મળતી બેવડી ઋતુના કારણે શરદી, તાવ, ઉધરસના દર્દીઅાેની સંખ્યા પણ વધી છે. સરકારી હાેસ્પિટલાેમા અને ખાનગી હાેસ્પિટલાેમા માેટી સંખ્યામા અાવા દર્દીઅાે સારવાર લઇ રહ્યાં છે. વહિવટી તંત્ર દ્વારા શંકાસ્પદ દર્દીઅાેના કાેરાેના ટેસ્ટ પણ કરવામા અાવી રહ્યા છે. અાજે જિલ્લામા 1235 લાેકાેના કાેવિડ ટેસ્ટ કરાયા હતા.

જાે કે અેકેય દર્દી પાેઝીટીવ સામે અાવ્યાે ન હતેા. અાવી જ રીતે ગઇકાલે પણ 1504 લાેકાેના કાેવિડ ટેસ્ટ કરાયા હતા. જે તમામ નેગેટીવ અાવ્યા હતા. અામ બે દિવસમા કરાયેલા તમામ 2739 ટેસ્ટ નેગેટીવ અાવ્યા છે.અાજે જિલ્લામા 13973 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી. જયારે ગઇકાલે 13059 લાેકાેને વેકસીન અપાઇ હતી. અામ બે દિવસમા 27032 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી. અાજે અમરેલી જિલ્લામા સાૈથી અાેછી વેકસીન અમરેલી શહેરમા માત્ર 504 લાેકાેને અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...