કાર્યવાહી:વડીયા તાલુકાના તોરીમાં બે શખ્સોએ યુવકને મારમાર્યો, બાઇક ઉભુ રખાવી બોલાચાલી કરી ધમકી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડીયા તાલુકાના તોરીમા રહેતો એક યુવક બાઇક લઇને દુધ લેવા જતો હતો ત્યારે રસ્તામા બે શખ્સોએ તેને અટકાવી બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ધમકી આપતા તેણે આ બારામા વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને મારમાર્યાની આ ઘટના વડીયાના તોરીમા બની હતી.

અહી રહેતા ભાવેશભાઇ જેઠાભાઇ રાઠોડ (ઉ.વ.30) નામના યુવાને વડીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે સાંજના સાતેક વાગ્યે પોતાનુ મોટર સાયકલ લઇને દુધ લેવા નીકળ્યો હતો ત્યારે મહેન્દ્ર પ્રવિણભાઇ સોલંકી અને પ્રવિણભાઇએ તેને ઉભો રાખ્યો હતો. આ બંને શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.આર.બાબરીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...