તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગરોમાં નુકશાની:મીઠું પકાવતા અગરો રાહત પેકેજની રાહમાં

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજુલા, જાફરાબાદમાં તાઉતે વાવાઝોડામાં 250 વધુ અગરોને નુકસાની થઇ. - Divya Bhaskar
રાજુલા, જાફરાબાદમાં તાઉતે વાવાઝોડામાં 250 વધુ અગરોને નુકસાની થઇ.
  • રાજુલા- જાફરાબાદ પંથકના અગરોમાં 20 હજારથી વધુ લાેકાે રાેજીરાેટી મેળવે છે : 250થી વધારે અગરોમાં નુકસાની

રાજુલા જાફરાબાદ તાલુકામા ત્રાકટેલા વાવાઝાેડાએ મીઠાના અગરોને પણ માેટુ નુકશાન પહાેંચાડયુ હતુ. સરકાર દ્વારા જેવી રીતે માછીમારાે, ખેડૂતાેને નુકશાનીની સહાય આપે છે તેવી જ રીતે અગરાે માટે પણ રાહત પેકેજ આપવામા આવે તેવી માંગ ઉઠી છે. અહી 250થી વધારે અગરાેમા નુકશાની થઇ છે. આ વિસ્તારમા 20 હજારથી વધુ લાેકાે અગરાેમા કામ કરી રાેજીરાેટી મેળવે છે.

રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે 250થી વધારે અગરાે આવેલા છે. વાવાઝાેડાને કારણે અહી માેટા પ્રમાણમા મીઠાનુ ધાેવાણ થઇ ગયુ હતુ. આ ઉપરાંત અહી કાચા મકાનાેને પણ નુકશાન પહાેંચ્યુ હતુ. આ વિસ્તારમા 20 હજારથી વધુ લાેકાે અગરાેમા મીઠુ પકાવવાની મજુરીકામ કરે છે. અનેક મજુરાે ભાવનગર, દહેજ, ભરૂચ, સુરતમા મજુરીકામ માટે પણ જાય છે. અહીના ચાંચબંદર, ખેરા, સમઢીયાળા, વિસળીયા, કથીવદર, પીપાવાવ, ભેરાઇ, કડિયાળી, વિકટર, દાતરડી, જાફરાબાદના કડીયાળી, ધારાબંદર સહિત ગામાેમા મીઠાના અગરાે આવેલા છે.

વાવાઝાેડાના કારણે અહી માેટુ નુકશાન થયુ છે. અહી નાના અગરાેને એકાદ લાખ તેમજ માેટા અગરાેને 30 થી 50 લાખની નુકશાની વેઠવી પડી છે. અહી માેટા પ્રમાણમા મીઠાનુ ધાેવાણ થઇ ગયુ છે. જેના કારણે મીઠાના ઉદ્યાેગને પણ બેઠાે થતા વર્ષાે નીકળી જશે. સરકાર દ્વારા જેવી રીતે ખેડૂતાે, માછીમારાેને સહાય આપે છે તેવી જ રીતે સ્પેશ્યલ પેકેજ અગરાે માટે પણ આપવામા આવે તેવી માંગ ઉઠી રહી છે. અહીના સાેલ્ટ વર્કસ મંડળ દ્વારા પણ મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી હતી. આ ઉપરાંત હિરાભાઇ સાેલંકી, અંબરીશભાઇ ડેર, જયાેતિન્દ્રભાઇ દ્વારા પણ અગરાેની મુલાકાત લઇ ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ હતી.

અગરીયાઓના કાચા મકાન પડી ગયા- સરપંચ
ચાંચબંદરના સરપંચ કાનજીભાઇ ચાૈહાણે જણાવ્યું હતુ કે વાવાઝાેડા પુર્વે તંત્રએ સલામતીના તમામ પગલા લીધા હતા. અગરીયાઓ પાેતાના કાચા મકાન છાેડીને સ્થળાંતરીત થયા હતા. પરંતુ વાવાઝાેડામા કાચા મકાન પડી ગયા હતા જેને પગલે તેમને આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.> કાનજીભાઇ, સરપંચ

સરકાર કયારા કરવા માટે મશીનરી ફાળવે
સાેલ્ટ વર્કસ મંડળના સદસ્ય અને રાજુલા પાલિકાના પુર્વ પ્રમુખ ચિરાગભાઇ જાેશીએ જણાવ્યું હતુ કે રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે મીઠાના અગરાેને વ્યાપક નુકશાન થયુ છે. ત્યારે સરકારે કયારા કરવા માટે ખાસ મશીનરી ફાળવવી જાેઇએ તેમજ રાહત પેકેજ જાહેર કરે તાે અગરાે ફરી બેઠા થઇ શકે તેમ છે.> ચિરાગભાઇ જોશી, પૂર્વ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...