ગ્રામજનો ભય મુક્ત:અમરેલીના સાજીયાવદર ગામમાં વનવિભાગને હાથતાળી આપતો દીપડો આખરે પાંજરે પુરાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડો બંધ મકાનમાં આવતા વનવિભાગએ પાંજરે પુરી દીધો

અમરેલીના સાજીયાવદર ગામમાં 8 દિવસથી 3 દીપડાઓ સતત અવર જવર કરતા હોવાને કારણે ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. ગામના સરપંચે લીલીયા રેન્જ વનવિભાગને લેખિત રજૂઆત કરી હતી જેના કારણે વનવિભાગ દ્વારા અહીં એક પછી એક તેવી રીતે 2 દીપડા પ્રથમ પાંજરે પુરી દીધા હતા. ત્યારબાદ ફરી ત્રીજો દીપડો અહીં એક્ટિવ થયો હતો. જેને પણ વનવિભાગે પાંજરે પુરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.

ગઈ સાંજે વનવિભાગના ઇન્ચાર્જ ACF, RFO સહિત કર્મચારી અધિકારીઓની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધર્યું અને દીપડો પ્રથમ બંધ રહેણાંક મકાનમાં ઘૂસ્યો ત્યારબાદ પાંજરા ગોઠવી દેતા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયા બાદ પાંજરાની અંદર થોડીવાર માટે આક્રમણ મિજાજ દર્શાવ્યો હતો.

દીપડાનો પાંજરે પૂરવા માટે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ઇન્ચાર્જ ACF એન.આર.વેગડા,લીલીયા આર.એફ.ઓ.એચ.બી.પટેલ, સહિત ફોરેસ્ટર સ્ટાફની ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...