તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નાના ભમાેદ્રા ગામે કૌટુંબિક દિયરે ભાભીના બિભત્સ ફાેટા વાયરલ કર્યા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પતિ સાથે વિખવાદ બાદ કાૈટુંબિક દિયર સાથે મિત્રતા બંધાઇ હતી

સાવરકુંડલા તાલુકાના નાના ભમાેદ્રા ગામની એક પરિણિતાને પતિ સાથે વિખવાદ થયા બાદ કાૈટુંબિક દિયર સાથે મિત્રતા થઇ હાેય આ કાૈટુંબિક દિયરે જ તેના બિભત્સ ફાેટા વાયરલ કરી કુટુંબીજનાેને માેકલતા પરિણિતાએ આ અંગે પાેલીસ ફરિયાદ નાેંધાવી છે.

ધારી તાલુકાના દિતલા ગામના ચિરાગ હંસરાજભાઇ પરમાર નામના શખ્સે આ કૃત્ય આચર્યુ હતુ. સાવરકુંડલા તાલુકાના નાના ભમાેદ્રા ગામની એક પરિણિતાએ આ અંગે સાવરકુંડલા રૂરલ પાેલીસ મથકમા તેની સામે નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું છે કે ચિરાગ પરમાર તેના પતિનાે મિત્ર છે અને કાૈટુંબિક દિયર પણ થાય છે. તે અવારનવાર તેના ઘરે આવતાે હતાે અને બંને વચ્ચે મિત્રતા થઇ હતી. જેથી તેણે કુટુંબી દિયરનાે સંબંધ રાખ્યાે હતાે. તે જયારે પણ ઘરે આવતા ત્યારે બંને પરસ્પર મિત્ર જેવાે વ્યવહાર કરતા. અને માેબાઇલ પર વાતેા કરતા અને વિડીયાે કાેલ પણ કરતા. દરમિયાન આ મહિલાને પતિ સાથે વિખવાદ થતા હાલમા તે માવતરે રીસામણે છે.

થાેડા દિવસ પહેલા આ મહિલાના કુટુંબીજનાેને સાેશ્યલ મિડીયા મારફત તેના બિભત્સ ફાેટા માેકલવામા આવ્યા હતા. આ તસ્વીરાે ચિરાગ હંસરાજ પરમારે માેકલી હતી. પાેતાની આબરૂ જવાની બીકે એક પખવાડીયા સુધી ફરિયાદ કરી ન હતી. પરંતુ ફાેટા સાેશ્યલ મિડીયામા વાયરલ થયા હાેય તેણે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકે દાેડી જઇ ચિરાગ પરમાર સામે ફાેજદારી ફરિયાદ નાેંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો