આપઘાત:દાદીમાંના મૃત્યુના આઘાતમાં પૌત્રએ ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરીથી કુંડલા પત્રિકા છપાવવા ગયો હતો અને ભર્યું પગલંુ
  • બનાવ અંગે સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

ધારી તાલુકાના મીઠાપુર ડુંગરીમા રહેતા એક યુવકના દાદીમા થોડા દિવસ પહેલા મૃત્યુ પામ્યા હોય તેના આઘાતમા યુવકે સાવરકુંડલામા ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.યુવકના આપઘાતની આ ઘટના સાવરકુંડલામા બની હતી. ધારીના મીઠાપુર ડુંગરીમા રહેતો કુમારભાઇ મહેશભાઇ રાવળ (ઉ.વ.22) નામના દાદીમા મંજુલાબેન ગત તારીખ 31/7ના રોજ બિમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. બાદમા કુમારભાઇ તારીખ 1/8ના રોજ અશુભ પત્રિકા છપાવવા માટે સાવરકુંડલા ગયા હતા.

કુમારભાઇને દાદીમા પ્રત્યે વધારે લાગણી હોય તેના આઘાતમા તેમણે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે શૈલેષભાઇ મહેશભાઇ રાવળે સાવરકુંડલા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અમનભાઇ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...