• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In The Shock Of His Mother's Death, The Son Drank Acid, A Step Taken When There Was No Other Member In The House Except The Father

જાફરાબાદ તાલુકાના લોર ગામની ઘટના:માતાના મૃત્યુના આઘાતમાં પુત્રએ એસીડ પી લીધું, ઘરમાં પિતા સિવાય કોઇ અન્ય સભ્ય ન હોય ભર્યું પગલું

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના લોરમા રહેતા એક યુવકના માતા દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય અને હાલ તેના પિતા સિવાય અન્ય કોઇ સભ્ય ન હોય આઘાતમા એસીડ પી જીવન ટુંકાવી લીધુ હતુ.યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી. અહી રહેતા નરેન્દ્રભાઇ શૈલેષભાઇ વરૂ (ઉ.વ.21) નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો.

જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય જાતે રસોઇ બનાવવી પડતી હોય તેમજ આઘાત લાગી જતા નરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...