સરકારી કાર્યક્રમમાં નિયમોનો ભંગ:વડીયાના મોટા ઉજળા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડ્યા

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉજળા ગામે 6 ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો

અમરેલી સહિત રાજ્યભરમાં એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ જિલ્લામાં સરકારી કાર્યક્રમમાં જ કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. વડીયાના ઉજળા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

અમરેલીના વડીયાના મોટા ઉજળા ગામે 6 ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજર રહેલા મોટાભાગના અરજદારો અને કર્મચારીઓ માસ્ક વગર જ નજરે પડ્યા હતા. જિલ્લામાં એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સરકારી કાર્યક્રમમાં જ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડતા સવાલો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...