તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:બીજા તબક્કામાં 64.09 % લાેકાેએ વેક્સિન લીધી

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • અમરેલી જિલ્લામાં ત્રીજા તબક્કામાં 45 વર્ષથી ઉપરનાને વેક્સિન અાપવાનાે પ્રારંભ: કેમ્પનું પણ આયોજન કરાશે
 • અર્બન વિસ્તારમાં 57.87 ટકા અને ગ્રામિણ વિસ્તારમાં 65.65 ટકા કામગીરી: સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ પુર જોશમાં

અાજથી વેક્સિનેશનનાે ત્રીજાે તબક્કાે શરૂ થઇ ગયાે છે. હવે 45 વર્ષથી વધુ વયના તમામ લાેકાેને વેકસીન અાપવામા અાવશે. અગાઉ 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના કાેમાેર્બિડ સ્થિતિ ધરાવતા લાેકાેને વેકસીન અાપવામા અાવી રહી હતી. અમરેલી જિલ્લામા ગઇકાલ સુધીમા 60 વર્ષથી ઉપરના તેમજ 45 થી 60 વર્ષના કાેમાેર્બિડ સ્થિતિ ધરાવતા 64.09 ટકા લાેકાેઅે વેક્સિન લીધી છે. શહેરી વિસ્તારમા વેક્સિનેશની કામગીરી 57.87 ટકા, ગ્રામ્ય વિસ્તારમા 65.65 ટકા તેમજ જિલ્લામા અા કામગીરી 64.09 ટકા સુધી પહાેંચી છે.

અમરેલી જિલ્લામા વહિવટી તંત્ર દ્વારા 45 વર્ષથી વધુ વયના તમામ લાેકાેને વેકસીન અાપવા અાયાેજન હાથ ધર્યુ છે. હાલ જિલ્લામા કાેરાેનાનુ સંક્રમણ પણ વધી રહ્યું હાેય તેને ધ્યાને લઇ તંત્ર દ્વારા ડાેર ટુ ડાેર સર્વેની કામગીરી પણ હાથ ધરી છે. વેક્સિનેશનની કામગીરીમા અમરેલીમા દરેક વાેર્ડના સદસ્યાેને પણ સહયાેગ અાપવા કલેકટરે અનુરાેધ કર્યાે હતાે. અા ઉપરાંત વેપારીઅાેને પણ તેમના અનુકુળ સમયે વેક્સિન લેવા અપીલ કરી હતી. અા ઉપરાંત હવે સેવાભાવી સંસ્થાઅાે પણ અાગળ અાવી વેક્સિનેશન માટે કેમ્પનુ અાયાેજન કરી રહી છે.

અાજથી શહેરમા સિનીયર સિટીઝન પાર્ક ખાતે સારહી યુથ કલબ અાેફ અમરેલી દ્વારા તમામ વાેર્ડને અાવરી લેતા વેકસીનેશન કેમ્પનુ ચાર દિવસ અાયાેજન કર્યુ છે. ત્યારે વધુમા વધુ લાેકાેઅે વેક્સિનેશન કરાવવા સંસ્થા દ્વારા અનુરાેધ કરાયાે છે. અા ઉપરાંત તાલુકા મથકના સામુહિક અારાેગ્ય કેન્દ્રમા પણ રસીકરણની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે.

હાલ અમરેલી શહેરમા સિવીલ હાેસ્પિટલ, તાલુકા શાળા, અર્બન હેલ્થ સેન્ટર વિગેરે સ્થળે વેકસીન અાપવાની કામગીરી ચાલી રહી છે. અા ઉપરાંત સેવાભાવી સંસ્થાઅાે દ્વારા અાયાેજીત વેકસીનેશન કેમ્પમા પણ લાેકાે રસીકરણ કરાવી શકશે. તસવીર-જયેશ લીંબાણી

તાલુકા મથકાેઅે કેટલા લાેકાેને વેક્સિન અપાઇ ?

લીલીયા56.94 ટકા
ધારી57.36 ટકા
ખાંભા58.62 ટકા
લાઠી60.26 ટકા
અમરેલી61.13 ટકા
બગસરા62.81 ટકા
કુંડલા64.55 ટકા
જાફરાબાદ67.23 ટકા
બાબરા68.15 ટકા
કુંકાવાવ71.65 ટકા
રાજુલા76.81 ટકા
કુલ64.09 ટકા

પાલિકા અર્બન વિસ્તારમાં વેક્સિનેશન કામગીરી

બગસરા51.48 ટકા
લાઠી52.79 ટકા
કુંડલા53.95 ટકા
જાફરાબાદ56.15 ટકા
અમરેલી57.24 ટકા
રાજુલા69.24 ટકા
બાબરા82.78 ટકા

​​​​​​​

સ્ટાફ અાેછાે હશે ત્યાં ફિલ્ડમાંથી સ્ટાફ મુકાશે: પટેલ
જિલ્લા મુખ્ય અારાેગ્ય અધિકારી ડાે. જયેશ પટેલે જણાવ્યું હતુ કે હાલ અમરેલી, કુંડલા અને રાજુલા અર્બન વિસ્તારમા વેકસીનેશનની કામગીરી ધીમી જાેવા મળી રહી છે. જાે કે અહી સ્ટાફ અાેછાે હાેય ફિલ્ડમાથી સ્ટાફ વધારાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો