હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવાસથી વરસાદ પડી રહ્યો છે. જ્યારે આજે ચોથા દિવસે પણ વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલી ફરી વધી છે. ધારી ગીર કાંઠાના ચાંચઇ,પાણીયા,આંબાગાળા, સહિત આસપાસ ગામડામા વરસાદ ખાબકતા ફરી વરસાદી ચોમાસા જેવો માહોલ સમગ્ર જિલ્લામાં સર્જાયો છે અને ઠંડકભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.જો કે, ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.
ગઈકાલે ધોધમાર વરસાદના કારણે પૂર આવ્યું હતું
ગઈકાલે ધારી, બગસરા, લાઠી મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારી વિસ્તારમાં કમોસમી અનરાધાર વરસાદના કારણે નદી નાળા છલકાય ઉઠ્યા હતા અને પુરની સ્થિતિ સર્જાય હતી. ખેડૂતો દ્વારા નુકસાન અંગે સર્વે કરાવી વળતર આપવાની માંગ ઉઠાવી છે ત્યારે આજે ફરી વરસાદ ત્રાટકયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.