તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In The Rural Area Of Amreli, Two Lion Cubs Who Came With Their Mother Were Separated, The Forest Department Rescued Them And Reunited Them With Their Mother.

શાળામાં સિંહબાળ:અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં માતા સાથે આવેલા બે સિંહબાળ વિખૂટા પડ્યા, વન વિભાગે રેસ્ક્યૂ કરી માતા સાથે મિલન કરાવ્યું

અમરેલી23 દિવસ પહેલા
  • જાફરાબાદ તાલુકાના સરવોડા ગામમાં ભૂલા પડ્યા સિંહબાળ

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરાના બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં માતા સિંહણ સાથે આવેલા બે સિંહબાળ વિખૂટા પડી જતા ફોરેસ્ટ વિભાગે સિંહબાળનું રેસ્ક્યૂ કરી માતા સાથે મિલન કરાવ્યું હતું. શિકારની શોધમાં ગામમાં ઘૂસેલી સિંહણ શિકાર કરી જંગલ તરફ ચાલી ગઈ હતી. પરંતુ, તેની સાથે આવેલા બંને સિંહબાળ ગામની જર્જરિત શાળાના મકાનમાં ઘૂસી જતા વિખૂટા પડ્યા હતા.

વનવિભાગે સિંહબાળનું રેસ્ક્યૂ કર્યુંજાફરાબાદના સરોવડા ગામમાં સિંહણ શિકાર કરવા આવી હતી. જંગલમાંથી તેની પાછલ પાછલ તેના બે સિંહ બાળ પણ ગામમાં આવી ચડ્યા હતા. રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં એક પશુનો શિકાર કરી સિંહણ જંગલ તરફ ચાલી ગઈ હતી. તો બીજી તરફ તેની સાથે આવેલા બે સિંહબાળ ગામની જર્જરિત શાળામાં ઘૂસી ગયા હતા. ઘટનાની જાણ ગામના સરપંચને થતા તાત્કાલીક વનવિભાગને જાણ કરવામા આવી હતી. જાફરાબાદ વનવિભાગની ટીમે ગામમાં પહોંચી બંને સિંહબાળનું સલામત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. બાદમાં માતા સિંહણનું લોકેશન મેળવી તેની સાથે બંને સિંહબાળનું મિલન કરાવ્યું હતું.

તાઉ-તે વાવાઝોડા બાદ ધીમે ધીમે સિંહ બહાર નીકળ્યાતાઉ-તે વાવાઝોડા બાદ હવે ફરી એકવાર સિંહ શિકાર કરવા ડુંગરાળ વિસ્તારમાંથી બહાર નીકળી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી રેવન્યૂ વિસ્તારમાં મારણના બનાવ પણ બન્યા નથી. વાવાઝોડા બાદ વરસેલા વરસાદના કારણે કાદવ કીચડ હોવાના કારણે સિંહ ડુંગરાળ વિસ્તારમાં જ વસાવટ કરતા હતા. જો કે, હવે ધીમે ધીમે શિકારની શોધમાં બહાર આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...