તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્ય નિયમો ભૂલ્યા:ખભાળા માર્ગના ખાતમુહૂર્ત સમયે વિરજી ઠુમ્મરની હાજરીમાં ગાઈડલાઈન્સનો ઉલાળિયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ કાર્યકરો દ્વારા સોશિયલ ડીસ્ટંસનો ભંગ કરાયો

અમરેલી જિલ્લામા આવેલ બાબરા લાઠી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા આજે બાબરાના ખભાળા જવાના માર્ગનુ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ઉલાળયો કરી દીધો હતો.

ખંભાળા માર્ગના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય વિરજી ઠુમ્મર ઉપરાંત કૉંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જો કે, મોટાભાગના લોકો માસ્ક વગર જ નજરે પડ્યા હતા. ત્યારે સવાલ પોલીસતંત્ર પણ ઉઠી રહ્યા છે. કારણ કે, સામાન્ય લોકોને માસ્ક મામલે દંડ ફટકારતી પોલીસ નેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરશે કે નહીં તેને લઈ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...