તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જુની કાતર ગામે દંપત્તિ પર 4 શખ્સે કુહાડી વડે હુમલાે કર્યો

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘર પાસે બાઇક પર આવતા ઠપકાે અાપતા બાેલાચાલી કરી

રાજુલના જુની કાતરમા રહેતા અેક મહિલા સામે અહી જ રહેતા ચાર શખ્સાેઅે બાઇક પર ધસી અાવી ખરાબ ઇશારા કરતા હાેય અને બાદમા ઘર પાસે નીકળતા મહિલાના પતિઅે તેને ઠપકાે અાપતા અા શખ્સાેઅે કુહાડી અને લાેખંડની ટી વડે દંપતિને મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા મનીષાબેન હરેશભાઇ બાંભણીયા (ઉ.વ.30) નામના મહિલાઅે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પતિ હરેશભાઇ સાથે માેટર સાયકલમા બેસી નદીમા રેતી લેવા માટે ગયા હતા.

અા દરમિયાન પતિ રેતીનુ બાચકુ મુકવા ઘરે ગયા હાેય અને તેઅાે અેકલા ઉભા હાેય ત્યારે ચાર શખ્સાે બાઇક પર ધસી અાવ્યા હતા અને મહિલા સાથે ખરાબ ઇશારા કર્યા હતા.બાદમા મહિલાઅે તેના પતિને વાત કરી હતી. કિશાેર ડાયાભાઇ ચાૈહાણ, અરવિંદ જાદવભાઇ ગાેહિલ્, રાજુ કાનાભાઇ મકવાણા, મુકેશ બાલાભાઇ ખસીયા બાઇક પર ઘર પાસે અાવ્યા હતા. જેથી હરેશભાઇઅે તેમને ઠપકાે અાપતા ચારેય શખ્સાેઅે કુહાડી, લાેખંડની ટી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...