દામનગર શહેરમાંથી જિલ્લા પંચાયત હસ્તકનો માર્ગ પસાર થઈ રહ્યો છે. જેના પરથી ત્રણ જિલ્લાના 25થી વધુ ગામના લોકો અવર- જવર કરે છે. પરંતુ ચોમાસામાં વરસાદ પડે અને નદીમાં પુર આવે ત્યારે અહીનો રસ્તો બંધ થઈ જાય છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સંપર્ક વિહોણા બની જાય છે.
દામનગરના ઠાંસા, મૂળિયાપાટ, સુવાગઢ, બોટાદ જિલ્લાના વિકળિયા, હડમતિયા, ઠોડા, લાખાવાડ, ભાવનગર જિલ્લાના સરકડીયા, ભૂતિયા જરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો નિચા કોઝવેના કારણે ચોમાસામાં તકલીફ વેઠવી પડે છે.અહી ઉંચો પુલ બનાવવા માટે સ્થાનિક લોકોએ જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના ચેરમેનને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને રાખીને ચેરમેન પુનાભાઈ ગજેરાએ કાર્યપાલક ઈજનેરને અહી પુલની સમસ્યાનો હલ કરવા પત્ર લખી ભલામણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.