આપઘાત:ખીજડિયામાં આધેડે અગમ્ય કારણે ગળેફાંસો ખાઇ લીધો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અવારનવાર ઘરેથી ચાલ્યા જતાં હતાં

અમરેલી તાલુકાના ખીજડીયા જંકશનમા રહેતા અેક અાધેડે કાેઇ અગમ્ય કારણાેસર લીમડાના ઝાડ સાથે ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. અાધેડે ગળાફાંસાે ખાઇ લીધાની અા ઘટના અમરેલીના ખીજડીયા જંકશન ગામે બની હતી. અહી રહેતા રમેશભાઇ બચુભાઇ અાડેસરા (ઉ.વ.57) નામના અાધેડે ગામના રેલવે સ્ટેશન પાછળ અાવેલ અવાવરૂ બંગલા નજીક લીમડાના ઝાડ સાથે અાેછાડ વડે ગળાફાંસાે ખાઇ અાપઘાત કરી લીધાે હતાે. મૃતકના પુત્ર હાર્દિકભાઇ રમેશભાઇ અાડેસરાઅે

અમરેલી તાલુકા પાેલીસ મથકમા જણાવ્યું હતુ કે તેમના પિતા અવારનવાર કયાંક ચાલ્યા જતા હતા. ગઇકાલે પણ તેઅાે ઘરેથી કયાંક ચાલ્યા ગયા હતા. જાે કે કાેઇ તેમને શાેધવા ગયુ ન હતુ. બાદમા તેમની ગળાફાંસાે ખાધેલી હાલતમા લાશ મળી અાવી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અે.જી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...