તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુવારા ફાયરીંગની ઘટના:લુવારા પ્રકરણમાં હેમુબેન સામે માત્ર ફરજમાં રૂકાવટનું ચાર્જશીટ રજુ કરાયું

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુખ્ય અારાેપી અશાેક સામે કલમ 307 સહિતની કલમો અંગે હજુ ચાર્જશીટ બાકી

સાવરકુંડલાના લુવારામા પાેલીસ અને ગુજસીટાેકના અારાેપી વચ્ચે સામસામે ફાયરીંગની ઘટનામા પાેલીસે અાજે અારાેપીના બહેન સામે માત્ર ફરજમા રૂકાવટ અંગે ચાર્જસીટ દાખલ કર્યુ હતુ. મુખ્ય અારાેપી અશાેક જયતા સામે કલમ 307 સહિતની કલમાે અંગે હજુ ચાર્જસીટ ફાઇલ કરાયુ નથી. પાેલીસે અાજે અેવી પણ સ્પષ્ટતા કરી હતી કે અશાેકના બહેન સામે પ્રથમથી જ ફરજમા રૂકાવટ અંગે કાર્યવાહી થઇ હતી.

લુવારા પ્રકરણમા બે દિવસ પહેલા કરણી સેના અને સુર્ય સેનાના કાર્યકરાેઅે માેટી સંખ્યામા અેકઠા થઇ સંમેલન યાેજયુ હતુ. અને અા કેસમા અશાેકના બહેન હેમુબેન સામે હત્યાની કાેશિષ સહિતની કલમાે હેઠળ ખાેટી રીતે કાર્યવાહી થયાનુ જણાવી પાેલીસની કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યાે હતાે. અા અંગે અાવતીકાલે સુરજદેવળમા પણ સંમેલન મળવા જઇ રહ્યું છે. તે સ્થિતિની વચ્ચે અાજે અા કેસમા પાેલીસે હેમુબેન વિરૂધ્ધ માત્ર ફરજમા રૂકાવટ અંગે કાેર્ટમા ચાર્જસીટ ફાઇલ કર્યુ છે.

સાવરકુંડલામા ડીવાયઅેસપી કે.જે.ચાૈધરીઅે જણાવ્યું હતુ કે અા અંગેની ફરિયાદમા શરૂઅાતથી જ અશાેક બાેરીચા વિરૂધ્ધ 307 મુજબ અને તેના બહેન હેમુબહેન દિનેશભાઇ ખાચર વિરૂધ્ધ અાઇપીસી 186 મુજબ કાર્યવાહી થઇ હતી. પ્રજામા અેવી ગેરસમજ ઉભી થઇ હતી કે હેમુબેન વિરૂધ્ધ 307 અને અામ્ર્સ અેકટની કલમાે લગાવાઇ છે. જે વાત ખાેટી છે. તેમની સામે અા કલમ હેઠળ કાર્યવાહી કરાઇ નથી. કલમ 186 મુજબનાે ગુનાે જામીન લાયક છે. તેમણે અેમપણ જણાવ્યું હતુ કે જયારે હેમુબેનની ધરપકડ કરવામા અાવી ત્યારે મહિલા પીઅેસઅાઇ અે.પી.ડાેડીયા હાજર હતા. અને અેક મહિલાનુ સન્માન જળવાઇ તે રીતે જ તેમની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો