તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો આતંક:અમરેલી જિલ્લામા છેલ્લા પાંચ દિવસમાં ચાર વ્યક્તિ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો, ભંડારીયામાં બાળકને ફાડી ખાધો

અમરેલી22 દિવસ પહેલા
સમગ્ર પંથકમાં દીપડાએ હાહાકાર મચાવ્યો
  • આજે વહેલી સવારે ફરી ચલાલના ગરમલી નજીક 1 મહિલા અને એક બાળક પર દીપડાનો હુમલો
  • વર્ષ 2019માં બગસરા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવ્યો હતો

અમરેલી જિલ્લામા દીપડાનો ફરી આતંક શરૂ થયો છે 5 દિવસમા 4 વ્યક્તિ પર દીપડાના હુમલાથી ગ્રામ્ય વિસ્તારમા ફફડાટ સાથે ભયનો માહોલ ઉભો થયો છે. 3 દિવસ પહેલા ચલાલના ગરમલી નજીક 1 મહિલા પર રાત્રીના સમયે દીપડા દ્વારા હુમલો કર્યો હતો. ત્યારબાદ આજે વહેલી સવારે ચલાલાના ગરમલી નજીક આજે ફરી 27 વર્ષ પરપ્રાંતી મહિલા ઉપર અને અન્ય 1 બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકની હાલત અતિ ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યું છે. જ્યારે 4 દિવસ પહેલા ભંડારીયામા દીપડાએ 1 બાળકને ફાડી શિકાર કર્યો હતો.

પ્રથમ અમરેલી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા બાળકની હાલત અતિ ગંભીર હોવાને કારણે વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા આવ્યો છે. જ્યારે આ વિસ્તારમાં ફરીવાર માનવ ભક્ષી દીપડો સતત આતંક મચાવી રહ્યો છે, છતા વનવિભાગ દીપડાને પકડી શક્યું નથી. અનેક ગામડામા દીપડાની અવર જવર સતત વધી રહી છે જેના કારણે આ પ્રકારની ઘટના સતત સામે આવી રહી છે. વનવિભાગ દ્વારા દીપડા સામે કોઈ એક્સન પ્લાન બનાવી પાંજરે પૂરવાનુ આયોજન નહીં થાય તો હજુ ઘટના ઓ વધી શકે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

4 દિવસ પહેલા ભંડારીયામા દીપડાએ 1 બાળકને ફાડી શિકાર કર્યો હતો
4 દિવસ પહેલા ભાવનગર જિલ્લાના પાલીતાણાના ભંડારીયા ગામ નજીક દીપડો 1 બાળકને ઉઠાવી ગયો હતો. વનવિભાગ અને પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ થોડે દુરથી બાળકનો શિકાર કરેલી હાલતમાં માત્ર અવશેષો જ મળ્યા હતા.

ખેડૂતો અને ખેત મજુરોની સિઝન સમયે દીપડાનો આતંક વધ્યો
હાલ ચોમાસાનો માહોલ છે લોકો ખેતી કરી રહ્યા છે. ઝૂંપડા અને કાચા મકાનો વાવાજોડાના કારણે પડી ગયા હતા. જેથી ઘણા લોકો ખુલ્લી જગ્યામાં રહે છે. મોટાભાગે વાડી વિસ્તારમાં ખેડૂતો ખેત મજુરો દિવસ રાત કામ કરી રહ્યા છે તેવા સમયે દીપડાનો ભય વધી રહ્યો છે.

દીપડાના હુમલાનો ભોગ બનેલી મહિલા
દીપડાના હુમલાનો ભોગ બનેલી મહિલા

વર્ષ 2019માં બગસરા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવ્યો હતો
વર્ષ 2019મા બગસરાના ગામડાઓમા દીપડા એ હાહાકાર મચાવ્યો હતો અને ખેત મજુરો ખેડૂતો વાડી કેટલાક દિવસોમા છોડી દેવાની ફરજ પડી હતી. મુખ્યમંત્રીએ દીપડાના આતંક બાબતે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનિક વાતચીત કરી દીપડામાંથી મુક્તિ મેળવા સૂચનાઓ આપી હતી. ત્યારબાદ પોલીસ અને વનવિભાગે અલગ અલગ ટીમો બનાવી હતી. 5થી 8 દિવસે દીપડાને ઠાર મારવો પડ્યો હતો. 24 કલાકમાં હુમલાની તે સમયે બેથી ત્રણ ઘટનાઓ બનતી હતી. જ્યારે ફરી એજ રીતે આતંક વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...