હવામાન:માવઠાની સ્થિતી વચ્ચે વહેલી સવારે શહેરમાં ઠંડીનાે ચમકારાે

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બપાેરે પારાે ઉંચકાતાે હાેય ગરમીનાે અહેસાસ

અમરેલી પંથકમા હજુ શિયાળાે બરાબર જામ્યાે નથી. વહેલી સવારે જ ઠંડીનાે ચમકારાે જાેવા મળી રહ્યાે છે. હાલ હવામાન વિભાગ દ્વારા અાગામી ત્રણ દિવસાેમા કમાેસમી વરસાદની અાગાહી કરાઇ છે. જાે કે હજુ પણ શહેરમા બપાેરે તાપમાનનાે પારાે ઉંચકાયેલાે રહેતાે હાેય લાેકાે બેવડી ઋતુનાે અનુભવ કરી રહ્યાં છે.શહેરમા પાછલા કેટલાક દિવસાેથી વહેલી સવારે ઠંડીનાે ચમકારાે જાેવા મળી રહ્યાે છે.

થાેડા દિવસ પહેલા ધુમ્મસ પણ જાેવા મળ્યું હતુ. અાજે શહેરનુ મહતમ તાપમાન 31.4 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 19 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 46 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 4.2 કિમીની નાેંધાઇ હતી. હવામાન વિભાગ દ્વારા અાગામી દિવસાેમા કમાેસમી વરસાદની અાગાહી કરવામા અાવી છે. તેની વચ્ચે અમરેલી શહેરમા હાલ વહેલી સવારે ઠંડીનાે ચમકારાે જાેવા મળી રહ્યાે છે. સુર્યનારાયણ ઉગતાની સાથે વાતાવરણ હુંફાળુ બની જાય છે અને બપાેર થતા સુધીમા લાેકાે ગરમીનાે અહેસાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...