તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:જિલ્લામાં 81 શખ્સાે નશાે કરેલી હાલતમાં ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા દારૂના દુષણને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. ત્યારે પાેલીસે જિલ્લામા 81 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે જુદાજુદા 41 સ્થળે દેશીદારૂ અંગે દરાેડાે પાડી મુદામાલ કબજે લીધાે હતાે. પાેલીસે રાજુલા, મિતીયાળા, રાભડા, જાફરાબાદ, અમરેલી, ભેરાઇ, રામપરા-2, ચાંચ, નાની કુંકાવાવ, વઢેરા, વંડા, છભાડીયા, ધારી, લાઠી, બાબરા, મીઠાપુર, ચલાલા, બગસરા, ડુંગર સહિત વિસ્તારાેમાથી 81 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પાેલીસે ખાંભાના ડેડાપ, લાઠી, બાેરાળા, વાવેરા, રાજુલા, બાબરા, ચલાલા, ગળકાેટડી, સાવરકુંડલા, ચિતલ, બગસરા, જીરા, જળજીવડી, સરકારી પીપળવા, ખડકાળા, કૃષ્ણગઢ, ચાંચ, નિંગાળા-1, નાજાપુર, વડીયા, તાેરી, શેલણા, સેંજળ, વંડા, આંકાેલડા, શાખપુર, સમઢીયાળા, ધુંધવાણા, સરસીયા, વિરપુર, પુંજાપાદર, પાંચ તલાવડા, સનાળીયા સહિતના ગામાેમાથી દેશીદારૂ ઝડપી લીધાે હતાે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો