અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણ તેમજ નશાખોરીની પ્રવૃતિને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે જિલ્લામા 67 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે 6 સ્થળેથી દેશીદારૂ અને 4 સ્થળેથી ઇંગ્લીશ દારૂ પણ કબજે લીધો હતો.
પોલીસે મજાદર, જાફરાબાદ, જરખીયા, લાઠી, છભાડીયા, દામનગર, બગસરા, વંડા, શેલણા, હાથીગઢ, ટીંબી ચેકપોસ્ટ, ફાચરીયા, રામપરા-2, મોટા ઉજળા, દુધાળા ચેકપોસ્ટ, ધારી, ચમારડી, અમરાપરા, અમરેલી, અમુલી, ભુવા, વિજપડી, ગોરડકા, સાવરકુંડલા વિગેરે સ્થળેથી 67 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા.
જયારે બગસરા, એભલવડ, મોટા ઉજળા, તાતણીયા, બાબરા વિગેરે સ્થળેથી દેશીદારૂ કબજે લીધો હતો. આ ઉપરાંત બગસરાના લુંઘીયા, આંબલીયાળા, રાજુલામાથી ઇંગ્લીશ દારૂ પણ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.