તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જિલ્લામાં 47 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 6 સ્થળેથી દેશીદારૂ પણ ઝડપી લીધો

અમરેલી જિલ્લામા દારૂનુ વેચાણ, હેરાફેરી તેમજ નશાખોરીની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે જિલ્લામા 47 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી પાડયા હતા. જયારે જુદાજુદા 6 સ્થળેથી દેશીદારૂ પણ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામા પોલીસે 31 ડિસેમ્બર પહેલા જ નશાખોરો, દારૂની હેરફેર કરનારા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે જિલ્લામા વધારાની ચેકપોસ્ટ પણ ઉભી કરી છે. ત્યારે પોલીસે જાફરાબાદ, દામનગર, લાઠી, ચલાલા, અમરાપરા, વિરડી, બગસરા, જીંજકા, મોણપુર, અમરેલી, મીઠાપુર, ટીંબી ચેકપોસ્ટ, દુધાળા ચેકપોસ્ટ, ધારી, બાબરીયાધાર, ભોરીંગડા, લીલીયા, પચપચીયા વિગેરે ગામોમાથી 47 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. આ ઉપરાંત પોલીસે લાઠી, અકાળા, ભુરખીયા, ઉંટવડ, સોનારીયા, અમરેલી વિગેરે સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો