તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:જિલ્લામાં બે દિ'માં 23,397એ વેક્સિન લીધી

અમરેલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
તંત્રની વેક્સિન ડ્રાઇવમાં લોકો હોશેહોશે રસી લઇ રહ્યાં છે. - Divya Bhaskar
તંત્રની વેક્સિન ડ્રાઇવમાં લોકો હોશેહોશે રસી લઇ રહ્યાં છે.
 • મેગા વેક્સિનેશન ડ્રાઇવને બહાેળાે પ્રતિસાદ: ધનવંતરી, સંજીવની રથ અને 104 સેવા અવિરત ચાલુ

રાજયમા 45થી વધુ વયના લાેકાેને વેકસીન અાપવાનુ શરૂ કરાયુ છે ત્યારે અમરેલી જિલ્લામા બે દિવસમા જ 23397 લાેકાેઅે વેકસીન લીધી હતી.

અમરેલી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એચ. પટેલે જણાવ્યું હતુ કે અમરેલીના પ્રજાજનોનો આરોગ્ય તંત્રની મેગા વેક્સિનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ આપ્યો છે. સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ સંસ્થાઓ, સામાજીક કાર્યકરો તથા અન્ય સંગઠનો સૌ સાથે મળી રસીકરણના અભિયાનને વ્યાપક બનાવવા પ્રયત્નશીલ છે. કોરોના સામે લડવાના બે અમોઘ શસ્ત્ર વેક્સિન અને માસ્ક છે. ત્યારે લોકો સત્વરે રસી મેળવે અને તેઓમાં એન્ટીબોડી ડેવલપ થાય તે કોરોનાને નાથવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

45 થી વધુ વયજુથના નાગરિકોએ મોટા પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે. ત્યારે રસી લેવાની બાકી હોય તેવા નાગરિકો પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે.

અમરેલી જિલ્લામાં પણ ધન્વંતરી રથ, સંજીવની રથ, 104 સેવા, કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જેવી સુવિધાઓ થકી અમરેલીમાં કોરોનાના પ્રથમ દર્દી મળી આવ્યા ત્યારથી આજસુધી સંક્રમણને નાથવાના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો