અમરેલી જિલ્લામાં નશાખોરીની પ્રવૃતિ ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે જિલ્લામા નશો કરેલી હાલતમા વાહન ચલાવતા 19 શખ્સોને ઝડપી લીધા હતા. જયારે અન્ય 8 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે દુધાળા ચેકપોસ્ટ પરથી નશો કરેલી હાલતમા કાર ચલાવી રહેલા બનાસકાંઠાના ચાપી ગામના મહેબુબ મીરને ઝડપી લીધો હતો. જયારે દામનગર ચોકડી પાસેથી વિજય નારણ નારોલા, ચાંચમાથી સુરેશ લખમણ ચૌહાણ, ચલાલામાથી દિલીપ માધા વાઘેલા, અમરેલીમાથી ચંદુ આતુ પરમાર, વડલીમાથી માનસિંગ ગુજરીયા, રાજુલામાથી મનજી નાથા ભુતૈયા તેમજ દુલા કાળુ કવાડ અને ટીંબી ચેકપોસ્ટ પરથી ભીખા કાના રાઠોડ, અમરેલીમાથી શૈલેષ નાનજી મકવાણા, બાટુ સુનીલ સાળુંકે, અશોક અરજણ ચાવડા, શિવો લાલજી પંચાળા, પપુ દિનેશ થળેસા, વિપુલ રણછોડ રાઠોડ, કિર્તિ કીરીટ ડુહરા, ધર્મેશ લખમણ સોલંકી અને ચીથર આતુ બારૈયા નામના શખ્સોને નશો કરેલી હાલતમા વાહન ચલાવતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત પોલીસે દુધાળા ચેકપોસ્ટ, ધારી, બાબાપુર, ટીંબી ચેકપોસ્ટ, અમરેલી, લાઠી વિગેરે સ્થળેથી પણ નશો કરેલી હાલતમા 8 શખ્સોને ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામા દારૂનુ વેચાણ, નશાખોરીની પ્રવૃતિ ફુલીફાલી રહી છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમા ફફડાટ ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.