છેલ્લી ઘડીની ખરીદી:રાજુલા શહેરમા ઉત્તરાયણ તહેવારને લઈ બજારોમાં ખરીદી કરવા લોકોની ભીડ જામી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે અમરેલી શહેર સહિત જિલ્લામાં લોકોએ પતંગ-દોરી સહિતની મોટાભાગની ખરીદીઓ કરી લીધી છે. તેમ છતાં હાલ અંતીમ ઘડીની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યાં છે. રાજુલા શહેરમા ઉત્તરાયણ તહેવારને લઈ બજારોમાં ખરીદી કરવા લોકોની ભીડ જામી હતી. શહેરમાં આસપાસના ગામડાના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવ્યાં છે.

ઉત્તરાયણ તહેવારોમાં પતંગ રસિયાઓ જુસ્સા સાથે પતંગ ઉત્સવ રાજય અને દેશભરમાં મનાવતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરમાં ઉતરાયણ પર્વને લઈ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી છે. સવારથી લઈ સાંજ સુધી રાજુલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. પતંગ, શેરડી, દોરીની ફિરકીઓ સહિતની વસ્તુઓની લોકો ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે મોંઘવારીના કારણે થોડા દિવસ લોકોમાં નિસરતા પણ જોવા મળી રહી હતી, પરંતુ ઉતરાયણ પર્વના એક દિવસ પહેલા લોકોમાં તહેવારનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. લોકો જોરશોરથી પતંગ અને દોરીઓની ખરીદી કરી રહ્યા છે. પતંગ અને દોરીમાં પણ આ વર્ષે ભાવ 30% જેટલો વધારો થયો છે. શહેરમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. જેને લઈ શહેરમાં ટ્રાફિક ન સર્જાય તે માટે રાજૂલા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...