તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રાજુલા શહેરમાં વૃદ્ધને પુત્રએ મારમારી લાેહીલુહાણ કર્યા, પાડોશીએ બચાવ્યા

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 દિ' પહેલા જ સાેશ્યલ મિડીયાના કલાકારે નવું મકાન બનાવી દીધુ"તું

રાજુલામા મફતપરા વિસ્તારમા રહેતા અેક 90 વર્ષીય વૃધ્ધને તેના પુત્રઅે ઢીકાપાટુનાે મારમારી લાેહીલુહાણ કરી દીધા હતા. તેમજ ઘરની બહાર નીકળશાે તાે મારી નાખવાની ધમકી પણ અાપી હતી. ઘટનાને પગલે પાડાેશીઅે અહી દાેડી જઇ વૃધ્ધને વધુ મારમાથી બચાવી તેમના પુત્ર સામે રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

વૃધ્ધને પુત્રઅે મારમાર્યાની અા ઘટના રાજુલામા બની હતી. અહીના મફતપરા વિસ્તારમા રહેતા કાનજીભાઇ વિઠ્ઠલભાઇ વાઘેલા (ઉ.વ.90)નામના વૃધ્ધને તેના પુત્ર શામજીઅે માથાકુટ કરી ગાળાે અાપી ઢીકાપાટુનાે મારમારી લાેહીલુહાણ કર્યા હતા. જાે કે અાસપાસમા રહેતા પાડાેશી અહી દાેડી અાવ્યા હતા અને કાનજીભાઇને વધુ મારમાથી બચાવ્યા હતા. કાનજીભાઇ ડરના લીધે ધ્રુજી ઉઠયાં હતા.

તેમના પુત્ર શામજીઅે તેમને ઘરની બહાર નીકળશાે તાે મારી નાખવાની ધમકી પણ અાપી હતી. વૃધ્ધને તેનાે પુત્ર માર મારતાે હાેય તેવાે વિડીયાે ઉતારી પાડાેશી મહિલાઅે સાેશ્યલ મિડીયાના કલાકાર નિતીનભાઇ જાની ઉર્ફે ખજુરને પણ માેકલી અાપ્યાે હતાે.

અત્રે ઉલ્લેખનીય છે કે નિતીનભાઇઅે બે દિવસ પહેલા જ વૃધ્ધનુ મકાન વાવાઝાેડામા પડી ગયુ હાેય નવુ બનાવી દીધુ હતુ. પાડાેશમા રહેતા ભાવનાબેન અશાેકભાઇ સાંખટે અા બારામા વૃધ્ધના પુત્ર શામજીભાઇ સામે રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ અેચ.અેલ.રાઠાેડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...