ધરપકડ દુર્ઘટના:સગીરાના અપહરણના કેસમાં નાસતાે ફરતાે શખ્સ ઝડપાયાે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ ફર્લો સ્કવોર્ડે કરી ધરપકડ,રાણી ગામના શખ્સને ઉપલેટામાંથી પકડી પડાયાે

સાવરકુંડલા રૂરલ પાેલીસ મથકમા સગીરાના અપહરણના કેસમા જેસરનાે શખ્સ નાસતાે ફરતાે હતાે. જેને અાજે પાેલીસે ઉપલેટામાથી ઝડપી લીધાે હતાે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાણી ગામના કિશાેર પરશાેતમભાઇ વાળા (ઉ.વ.22) નામના શખ્સની અમરેલી પેરાેલ ફર્લાે સ્કવાેડે અાજે ધરપકડ કરી હતી. અા શખ્સ સામે ચાલુ વર્ષે જ સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા અેક સગીરાનુ અપહરણ કરવા સબબ ગુનાે નાેંધાયાે હતાે. અને ત્યારથી અા શખ્સ નાસતાે ફરતાે હતાે. દરમિયાન પેરાેલ ફર્લાે સ્કવાેડના સ્ટાફને અા શખ્સ ઉપલેટામા વિજય અાેઇલ મીલ પાસે રહેતાે હાેવાની બાતમી મળી હતી.

જેને પગલે પીઅેસઅાઇ કરમટા તથા તુવર અને સ્ટાફના બલરામભાઇ પરમાર, જયપાલસિંહ ઝાલા, અજયભાઇ સાેલંકી, જયદિપસિંહ ચુડાસમા, જીજ્ઞેશભાઇ અને જનકભાઇની ટીમે તેને ઉપલેટામાથી ઝડપી લઇ સાવરકુંડલા રૂરલ પાેલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...