તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In The Case Of Cassdol In The Rural Area Of Amreli, A Scuffle Broke Out Between The Sarpanch And The Villagers, The Video Went Viral.

સહાય બની સમસ્યા:અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કેસડોલ મામલે સરપંચ અને ગામલોકો વચ્ચે છુટા હાથની મારામારી, વીડિયો વાઈરલ

અમરેલી23 દિવસ પહેલા
સરંપચ અને ગામલોકો વચ્ચે છુટા હાથની મારામારી
  • ધારીના હીમખીમડીયા પરા વિસ્તારમાં સોમવારે બન્યો હતો બનાવ મારામારીની ઘટના મામલે હજી સુધી પોલીસ ફરિયાદ નહીં

અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના કહેર બાદ થયેલા નુકસાનનો સર્વે અને સહાયની ચૂકવણીનું કામ તંત્ર માટે માથાના દુખાવારૂપ બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે ધારી તાલુકાના હીમખીમડીયા પરામાં કેસડોલની ચૂકવણી માટે સરપંચ અને ગામના કેટલાક લોકો વચ્ચે પહેલા ગાળાગાળી અને પછી છુટા હાથની મારામારી થઈ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે.

મારામારી મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ
મારામારી મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ

શું હતો સમગ્ર મામલો?
અમરેલી જિલ્લામાં ધારી તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડાના કહેર બાદ હાલ તંત્ર દ્વારા સર્વે અને સહાય ચૂકવણીની કામગીરી ચાલી રહી છે. કેસડોલ ચૂકવણીનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતા ગઈકાલે કેટલાક લોકો હીમખીમડીયા પરા ગ્રામ પંચાયતની બહાર કેસડોલની માગ સાથે એકઠા થયા હતા. લોકોનું ટોળું એકઠું થઈ હુર્રિયો બોલાવતું હોય સરપંચ બહાર આવ્યા હતા અને કેટલાક લોકો સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી.

પહેલા ગાળાગાળી, પછી મારામારી
સરપંચ જ્યારે લોકો વચ્ચે વાતચીત કરી રહ્યા હતા ત્યારે જ એક યુવકે સરપંચને અપશબ્દો કહ્યા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા સરપંચે યુવકને તમાચો ઝીંકી દીધો હતો. અન્ય લોકો પણ સરપંચના સમર્થનમાં યુવક પર તૂટી પડ્યા હતા. તો બીજી તરફ ટોળામાંથી કેટલાક લોકો સરપંચ અને તેમની સાથે રહેલા લોકો પર તૂટી પડ્યા હતા અને મારામારી કરી હતી.

મારામારીની ઘટનાની કોઈ પોલીસ ફરિયાદ નહીં
હીમખીમડીયા પરા વિસ્તારમાં જાહેરમાં ગાળાગાળી અને મારામારીની ઘટના બન્યા બાદ સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાઈરલ થયો છે. જો કે, જાણવા મળ્યા મુજબ આ ઘટના મામલે હજી સુધી બંનેમાંથી કોઈપણ પક્ષે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી નથી.

રાજુલા-જાફરાબાદના ગામોમાં સહાયને લઈ વિવાદો સામાન્ય બન્યા
તાઉ-તે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન રાજુલા અને જાફરાબાદ તાલુકામાં થયું છે. તો હાલ અસરગ્રસ્ત વિસ્તારના સર્વે અને સહાયની ચૂકવણીને લઈ સૌથી વધુ વિવાદો પણ આ જ વિસ્તારમાં થતા હોવાનું સામે આવ્યું છે.નુકસાનીના સર્વે અને સહાયની ચૂકવણીને લઈ આ વિસ્તારના લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે.

નાગેશ્રી ગામના વિજયભાઈ વરૂએ દિવ્યભાસ્કર ને જણાવ્યું હતું કે, અહીં નાગેશ્રી વિસ્તારમાં સર્વેની કામગીરી લોલમલોલ ચાલી રહી છે. આ વિસ્તારમાં અસરગ્રસ્તોને કેસડોલની ચૂકવણી પણ ના થઈ હોવાનો આક્ષેપ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...