શુકનવંતી ખરીદી:અમરેલી શહેરમાં ધનતેરસના શુભમુહૂ્ર્તમાં લોકોએ સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી, અન્ય બજારમાં પણ ભીડ જામી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રંગોળી સહિતની સામગ્રી લેવા માટે મહિલાઓ ઉમટી પડી ધનતેરસનાં દિવસે અમરેલી નગરજનોએ સોનાચાંદીની ધૂમ ખરીદી કરી

અમરેલી જિલ્લામા સૌથો મોટો તહેવાર એટલે દિવાળી ધનતેરસનાં દિવસથી દીપોત્સવની શરુ થઇ જાય છે. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સૌથી જુનું અને પવિત્ર ધાતુ સોનું છે, અને સોનાને સૂર્ય ભગવાનનું પ્રતિક પણ માનવામાં આવે છે. હિંદુઓમાં સોનું સૌથી પવિત્ર માનવામાં આવે છે હિંદુઓમાં ધનતેરસનાં દિવસે સોનું ચાંદી ખરીદવાએ ધાર્મિક મહત્વ પણ માનવા માં આવે છે. ત્યારે આજે ધનતેરસના દિવસે સવારથી અમરેલીનાં નગરજનો સોનું ચાંદી ખરીદવા માટે અમરેલી શહેરના સોના ચાંદીના વેંચાણ કરતા શો રૂમ પર ઉમટી પડ્યા હતા. આજે અમરેલીના નગરજનોએ સોનાની લગડી અને સોનાના ઘરેણાની ખરીદી વધારે કરી હતી. આજે સોના કરતા ચાંદીનું વેચાણ ઓછું થયું હતું. આમ સાંજ સુધીમાં લાખો રૂપિયાના સોનાની ખરીદી અમરેલી વાસીઓએ કરી હતી.

દિવાળીમા ઘરને સુશોભિત કરવા મહીલાઓની ભીડ ઉમટી પડી અમરેલી શહેરમાં દિવાળીનાં દિવસોમાં અવનવા રંગોની ચિરોડી, આકર્ષક કોડિયા તેમજ સ્ટીકરની ખરીદી કરીને ઘરને સુશોભિત કરવા બજારોમાં ખરીદી માટે મહીલાઓની ભીડ ઉમટી પડી છે. હવે દિવાળીને ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે સવારથી જ અમરેલી શહેરની મુખ્ય બજારો, હરી રોડ, લાયબ્રેરી રોડ, ટાવર રોડ, જેવી બજારોમાં અવનવા રંગોની ચિરોડી, આકર્ષક કોડિયા તેમજ સ્ટીકરની ખરીદી કરીને ઘરને સુશોભિત કરવા બજારોમાં મહિલાઓની ભીડ ઉમટી પડી હતી.

આ વખતે અમરેલીની બજારમાં 22 પ્રકારના અવનવા આકર્ષક રંગોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું, તો સાથે અવનવા મનને મોહી લે તેવા વિવિધ આકારોમાં દીવડા મહિલાઓનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને આંગણાને સુશોભિત કરવા માટે દીવડા, વિવિધ રંગોળી, સ્વસ્તિક, લાભ શુભ, પગલાં જેવા સ્ટીકરોએ ધ્યાન પણ ખેચ્યું હતું. આમ અમરેલીની મહિલાઓને રંગો, કોડિયા અને સ્ટીકરો ની ભારે ખરીદી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...