તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:તરઘરી ગામે મહિલા સરપંચને સોશ્યલ મિડીયાના એકાઉન્ટમાં યુવકે ગાળો આપી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ યુવકની દુકાનનંુ ડિમાેલેશન કર્યુ હાેય તેનું મનદુ: ખ રાખી બિભત્સ શબ્દાે લખ્યા

વડીયા તાલુકાના તરઘરીમા મહિલા સરપંચને ગામના જ એક યુવકે સાેશ્યલ મિડીયાના એકાઉન્ટમા બિભત્સ ગાળાે આપતા તેણે આ બારામા વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

મહિલા સરપંચને સાેશ્યલ મિડીયાના એકાઉન્ટમા ગાળાે આપવાની આ ઘટના વડીયાના તરઘરીમા બની હતી. અહી રહેતા રમાબેન ભુપતભાઇ હિરપરા (ઉ.વ.45) નામના મહિલાએ વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગામના સરપંચ છે. તાજેતરમા જિલ્લા ભાજપ દ્વારા તેમને મહિલા માેરચાના મહામંત્રીનાે હાેદાે પણ સાેંપવામા આવ્યાે હતાે. જેથી બાદલપુરના ઉપસરપંચે તેમને સાેશ્યલ મિડીયામા અભિનંદન પાઠવ્યા હતા. જાે કે ગામમા રહેતા ભાવેશ જગદીશભાઇ નિમાવત નામના શખ્સે સાેશ્યલ મિડીયાના એકાઉન્ટમા બિભત્સ ગાળાે લખી હતી. ફરિયાદમા વધુમા જણાવાયું હતુ કે તેઓ સરપંચ પદે હાેય ગામના પાદરમા સરકારી જમીનમા ભાવેશે દુકાન કરી હાેય તે જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવવા માટે તેમની દુકાનનુ ડિમાેલેશન કરાવી દબાણ દુર કરાયુ હતુ. તેનુ પણ તેણે મનદુખ રાખ્યુ હતુ. બનાવ અંગે સીપીઆઇ પી.આર.વાઘેલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...