તપાસ:સૂર્યપ્રતાપગઢમાં 22 સિલીન્ડરમાંથી ગેસ ઓછો નીકળતાં ગામ લોકોનો હોબાળો

વડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારની ટીમ સ્થળ પર દોડી આવી : તોલમાપ વિભાગને બોલાવી તપાસ શરૂ કરાઇ

વડીયાના સુર્યપ્રતાપગઢ ગામે આજે કુંકાવાવની ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને મોકલવામા આવેલા સિલીન્ડરોમા મોટા પ્રમાણમા વજન ઓછો હોવાનુ બહાર આવતા ગામ લોકોએ હોબાળો મચાવી દીધો હતો. જેને પગલે મામલતદારની ટીમે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

વડીયા તાલુકાનુ સુર્યપ્રતાપગઢ ગામ કુંકાવાવની ગેસ એજન્સી નીચે આવે છે. અને અહીની એજન્સી દ્વારા ઇન્ડેન ગેસના સિલીન્ડર ગ્રાહકોને ગામમા ઘરે બેઠા પુરા પાડવામા આવે છે. આજે એજન્સી દ્વારા સુર્યપ્રતાપગઢ ગામમા 22 સિલીન્ડર મોકલવામા આવ્યા હતા. જો કે સિલીન્ડરમા વજન ઓછુ હોવાની ગ્રાહકોને શંકા ગઇ હતી.

જેને પગલે સિલીન્ડરનુ વજન કરવામા આવ્યું હતુ. અને દરેક સિલીન્ડરમા ત્રણ કિલો સુધી જેટલો વજન ઓછો જણાયો હતો. ગામ લોકોમા આ મુદે રોષ જોવા મળ્યો હતો અને મામલતદાર કચેરીને જાણ કરવામા આવતા કચેરીની ટીમ અહી દોડી આવી હતી. અને પંચરોજ કામ કર્યુ હતુ.

બાદમા તોલમાપ વિભાગની ટીમને બોલાવી સિલીન્ડરમા વજન ઓછુ હોવા અંગે પણ તપાસ કરવામા આવી હતી. ગામ લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમની પાસેથી ગેસ સિલીન્ડરના રૂપિયા 1070ના બદલે રૂપિયા 1100 પડાવવામા આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...