આયોજન:શિવડ શાળામાં ભૂલકાંઓએ મતદાન અંગેની પ્રક્રિયા ગોઠવી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુમા ંવધુ મતદાન કરવા અનુરોધ કરાયો : રેલી અને સંકલ્પ પત્રોનું વિતરણ

અમરેલી જિલ્લામા વિધાનસભા ચુંટણીમા વધુમા વધુ લોકો મતદાન કરે તે માટે વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યું છે. ત્યારે ધારીના શિવડ અને લીલીયામા શાળામા બાળકોએ મતદાન પ્રક્રિયા ગોઠવી હતી. આ ઉપરાંત સંકલ્પ પત્રોનુ વિતરણ અને રેલીનુ પણ આયોજન કરાયુ હતુ.

વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન તા.1 ડિસેમ્બરે મતદાન થશે. જિલ્લાના મતદારોને વધુમાં વધુ મતદાન અપીલ કરવામાં આવી છે. ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારના શીવડ ખાતે ભૂલકાં દ્વારા શાળામાં સમગ્ર મતદાન પ્રકિયા ગોઠવવામાં આવી હતી. શીવડ ખાતે બાળકોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તેમણે મતદાન સહિતની તમામ મતદાન સંબંધિત બાબતોથી વાકેફ થયા હતા. જિલ્લામાં મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો દ્વારા મતદાન થાય તે માટે બાળકોએ આ મતદાન પ્રક્રિયાના માધ્યમથી અનોખી રીતે અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત સાવરકુંડલા - લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃત્તિ માટે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લીલીયા તાલુકામાં સમાવિષ્ટ મતદાન મથકો ખાતે ચુનાવ પાઠશાળાની બીજી બેઠકનું આયોજન કરી, સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં રેલી યોજી વધુ મતદાન થાય તે બાબતે મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...