ધરપકડ:શેખપીપરીયા, ઠવીમાં કેફી પદાર્થ પિવડાવી ચોરી કરનાર 2 ઝડપાયા

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ 2,61, 600ના મુદ્દામાલ સાથે ટાવર રોડથી દબોચ્યા

લાઠી તાલુકાના શેખપીપરીયા અને સાવરકુંડલાના ઠવીમાંથી કેફી પદાર્થ પિવડાવી રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરનાર બે શખ્સને અમરેલી એલસીબીએ ટાવર રોડ પરથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિયા 261600નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

ચાર માસ પહેલા સાવરકુંડલાના ઠવીમાં રહેણાંકમાં એક મહિલાને ભોળવી ઈશ્વરીય કોપથી ઘરમાં મૃત્યુ થશે. તેવી બીક બતાવી પ્રસાદીમાં કેફી પદાર્થ નાખી મહિલાને પિવડાવી દીધી હતી. અને બાદમાં 15 હજારના સોનાના દાગીનાની ચોરી થયાની વંડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. બીજી તરફ લાઠીના શેખપીપરીયામાં એક શખ્સને ભોળવી પીવાના પાણીમાં કેફી પદાર્થ ભેળવી બેભાન કરી રૂમાલની પોટલીમાં રહેલ સોનાના દાગીના અને રોકડ રકમ મળી 88 હજારની ચોરીની લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

અમરેલી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અમરેલીના ટાવર રોડ પર બે શખ્સ સોનાના દાગીના વેંચવા માટે બાઈક પર આંટાફેરા મારી રહ્યા છે. તેવી બાતમી મળી હતી. એલસીબીએ બાતમીના આધારે જસદણના જીવણ રામભાઈ આંકોલીયા અને મહુવાના મોટા ખુટવડાના રાયધનનાથ જવેરનાથ પરમારને શંકાના આધારે ઝડપી લીધા હતા. અને તેમની કડક હાથે પુછપરછ કરતા ચોરીનો ભેદ ખુલ્યો હતો. તેમની પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 261600નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આરોપી ઝડપાતા 6 ચોરીનો ભેદ ઉકેલાયો
એલસીબીના હાથે લાગેલા બંને આરોપીની કડક પુછપરછમાં સાવરકુંડલાના ઠવી, લાઠીના શેખપીપળીયા, રાજકોટના આટકોટ, અમરેલીના મોણપુર, બાબરાના ભીલા ભીલડી અને અમરેલીના ચિતલ ગામે રોકડ રકમ અને દાગીનાની ચોરીના ભેદ પણ ખુલ્યા હતા.

લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી ચોરી કરવાની ટેવ ધરાવતા
​​​​​​​જીવણ આંકોલીયા અને રાયધનનાથ પરમાર લોકોને ભોળવી, વિશ્વાસમાં લઈ ઘરના લોકોને ચા અથવા પાણી પીવાના બહાને જતા હતા. અને બાદમાં પોતે ભુવા હોવાનું જણાવી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવતા હતા. તેમજ ઈશ્વરીય કોપથી ઘરના કોઈ સભ્યના મૃત્યુનો ભય ફેલાવતા હતા. ઘરમાં મેલી લક્ષ્મી છે. તેવુ કહી સોનાના દાગીના અને રોકડ રકમ પુજાના બહાને મંગાવતા હતા. જે બાદ લોકોને સેકરીનનું પાણી પિવડાની બાઈક પર સોનાના દાગીના અને રોકડ રકમ લઈ રફુચક્કર થઈ જતા હતા.

અન્ય સમાચારો પણ છે...