તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણીમાં નિયમો ભૂલાયા:સાવરકુંડલાના વોર્ડ નંબર 7માં આઝાદી પછી પ્રથમવાર ભાજપના ઉમેદવારની જીત થતા કાર્યકર્તાઓએ કિન્નરો સાથે ડાન્સ કરી ઉજવણી કરી, સોશિયલ ડીસ્ટંસ અને માસ્ક પહેરવાનું ભૂલ્યા

અમરેલી3 મહિનો પહેલા

સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી મા સમગ્ર અમરેલી જિલ્લામા કેસરિયો છવાયો છે.ત્યારે સાવરકુંડલા વોર્ડ નંબર 7મા આઝાદી પછી પ્રથમ વખત ભાજપના મુસ્લિમ ઉમેદવારો ની જીત થતા અનોખી ખુશી મનાવી હતી.

કાર્યકર્તાઓની જીતની ખુશીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વોર્ડ નંબર 7 ના આસિફ કુરેશી,ફરીદા શેખ સહિત ઉમેદવાર ની જીત થતા રાત્રિ ના સમયે પઠાણ ફળી વિસ્તાર મા DJ ના તાલ સાથે કાર્યકરો ઉત્સાહ પૂર્વક નાચ્યા હતા. કાર્યકર્તાઓ સાથે 2 કિન્નરો પણ નાચ્યા હતા. કાર્યકરોએ રૂપિયા ની નોટો પણ ઉડાવી હતી અહીં વોર્ડ માં વર્ષો થી કોંગ્રેસના સદસ્ય ચૂંટાઈ આવતા હતા. પ્રથમ વખત મુસ્લિમ ઉમેદવારો ભાજપ માંથી ચૂંટાયા છે. આઝાદી પછી પ્રથમવાર ચૂંટાતા અનોખી ખુશી જોવા મળી હતી.

જીતના ઉન્માદમાં કોરોના ગાઈડલાઈન્સ ભૂલાઈસાવરકુંડલાના વોર્ડ નંબર 7માં આઝાદી પછી પ્રથમવાર ભાજપના મુસ્લિમ ઉમેદવારોની જીત થઈ હોય કાર્યકર્તાઓ જીતના ઉન્માદમાં નિયમો ભૂલ્યા હતા. હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું હોય કાર્યકર્તાઓ કિન્નર સાથે ડાન્સ કરવામા સોશિયલ ડીસ્ટંસ જાળવવાનું અને માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...