તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સાવરકુંડલામાં પતિએ બુટ્ટી ખેંચી પત્નીનો કાન તોડી નાખ્યો

અમરેલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાસુ જેઠ અને પતિ સામે અત્યાચારની પોલીસમાં ફરિયાદ

સાવરકુંડલા તાલુકાના બગોયા ગામની એક પરિણીતા પર પતિ સાસુ અને જેઠ અત્યાચાર ગુજારતા હોય અને પતિએ તેના કાનમાંથી બુટ્ટી ખેંચી કાન તોડી નાખતા તેણે ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પત્ની પર પતિ સહિતના સાસરીયાઓના અત્યાચારની આ ઘટના સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે બની હતી. અહીંની વનીતાબેન વશરામભાઈ વણઝારા નામની પરિણીતાએ આ બારામાં પોતાના પતિ વશરામ મૂળજીભાઈ વણઝારા, સાસુ મણીબેન તથા જેઠ કેશુભાઈ સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે સાસરીયા દ્વારા નાની નાની વાતોમાં તેના પર ત્રાસ ગુજારવામાં આવે છે.

તેણે પતિને ગેસનો બાટલો ભરાવવાનું કે કહેતા તે મુદ્દે ત્રણેય જણા તેના પર તૂટી પડ્યા હતા. તેના જેઠે ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે તેના પતિએ કાનની બુટ્ટી ખેંચી નાખી કાન તોડી નાખ્યો હતો. જેના કારણે તેને છ ટાંકા લેવા પડ્યા હતા. સાસુ પણ મેણા-ટોણા મારી ત્રાસ ગુજારતા હતા. જેને પગલે આ પરિણીતાએ આખરે ત્રણેય સામે ફોજદારી રાવ કરી હતી. હેડ કોન્સ્ટેબલ બી. કે. રાણા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો