ઉજવણી:સાવરકુંડલામાં મનોરોગી મહિલાઓને ઘરે ભોજન કરાવી જન્મ દિવસની ઉજવણી કરી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢોલ નગારા સાથે કુમકુમ તિલક કરી સ્વાગત પણ કરાયું, આશીર્વાદ મેળવ્યા

સાવરકુંડલામાં એક ઉદ્યોગપતિએ 60 જેટલી મનોરોગી મહિલાને ઘરે બોલાવી તેને ભોજન કરાવી જન્મ દિવસની ઉજવણી કરી હતી. અહી ડોબરીયા પરિવારે મનોરોગી મહિલાઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. અને આશિર્વાદ મેળવ્યા હતા. સાવરકુંડલાના હાથસણી રોડ પર માનવ મંદિર આવેલું છે. અહી ભક્તિરામબાપુની નિશ્રામાં 60 જેટલી મનોરોગી મહિલાઓ સારવાર લઈ રહી છે. અહી સાવરકુંડલાના ઉદ્યોગપતિ કરશનભાઈ ડોબરીયાએ તેમના જન્મ દિવસે તમામ મનોરોગી મહિલાઓને ઘરે બોલાવી ભોજન કરાવી ઉજવવાનો નિર્ણય કર્યો હતો.

તેણે પોતાના જન્મ દિવસે સ્પેશ્યલ બસ મોકલી 60 જેટલી મનોરોગી મહિલાઓને ઘરે લઈ ગયા હતા. અહી ઢોલ- નગારા સાથે કુમ કુમ તિલક કરી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અહી મનોરોગી મહિલાઓને ભોજન પણ કરાવ્યું હતું. મહિલાઓએ ડોબરીયા પરિવારને આશિર્વાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલામા માનવ મંદિર આશ્રમ ખાતે પુ.ભકિતબાપુના સાનિધ્યમા મનોરોગી મહિલાઓની સારસંભાળ અને સારવાર કરવામા આવી રહી છે. આશ્રમમાથી અનેક મહિલાઓ સ્વસ્થ થતા તેના પરિવારમા પુન: સ્થાપિત પણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...