ગાળો આપી મારમારી:સાવરકુંડલામા તું શું કામ હું કહું તે કામ કરતો નથી કહી યુવકને માર માર્યો

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાળો આપી મારમારી ઇજા પહોંચાડી

સાવરકુંડલામા તાલુકાના પીઠવડીમા રહેતા અને સિકયુરીટી ગાર્ડમા નોકરી કરતા એક યુવકને અહી જ રહેતા એક શખ્સે તુ શું કામ હું કહું તે કામ કરતો નથી કહી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા આ બારામા તેની સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

યુવકને મારમાર્યાની આ ઘટના સાવરકુંડલાના પીઠવડીમા બની હતી. અહી રહેતા ભાવેશભાઇ રસીકભાઇ રાજયગુરૂ (ઉ.વ.25) નામના યુવાને સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ મોટા ઝીંઝુડામા આવેલ હરિઓમ પેટ્રોલપંપમા સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય તે દરમિયાન ભૌતિક મનસુખભાઇ સુહાગીયા નામનો શખ્સ કાર લઇને તેની પાસે ધસી આવ્યો હતો.

આ શખ્સે તેને કહેલ કે હું કહું તે કામ કેમ કરતો નથી કહી બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી નાસી ગયો હતો. બનાવ અંગે એએસઆઇ બી.કે.રાણા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...