કાર્યવાહી:સાવરકુંડલામાં યુવકને મારમારી ધમકી આપી, પોલીસ ફરિયાદ, ટાઉન પોલીસ મથકમાં સામ સામી ફરિયાદ નોંધાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાર શખ્સોએ બોલાચાલી કરી મકાનમાં નુકસાન કર્યું

સાવરકુંડલામા રહેતા એક યુવકને પાડોશી શખ્સોએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને મારમાર્યાની આ ઘટના સાવરકુંડલામા બની હતી. અહીના બીડી કામદાર સોસાયટીમા રહેતા નૌશાદભાઇ ઝાકીરભાઇ ઝાખરા (ઉ.વ.25) નામના યુવાને સાવરકુંડલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના નાના ભાઇએ યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હોય અને હાલ તે કયાં છે તે ખબર ન હોય આસીફભાઇ, તૌસીફભાઇ દાદુભાઇ ચૌહાણ, ઇમરાન, મુસ્તુ વિગેરેએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ તેના કાકાના મકાનમા તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી હતી.

જયારે આસીફ ઇબ્રાહીમભાઇ ચૌહાણે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કાકાની દીકરીએ કોર્ટ મેરેજ કર્યા હોય તે મુદે બાબુ કાસમભાઇ, અકરમ, નૌશાદ અને નવાજે બેાલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ એએસઆઇ નિરજકુમાર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...