તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાવરકુંડલામાં યુવતીને લગ્નની લાલચ આપી યુવાને વારંવાર દુષ્કર્મ આચર્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મકત સવીર - Divya Bhaskar
પ્રતિકાત્મકત સવીર
  • સાથે કામ કરતી વખતે પરિચય થયા બાદ મિત્રતા બાંધી ગેરલાભ લીધો

સાવરકુંડલાની અેક 28 વર્ષીય યુવતી સાથે પરિચય કેળવી અહીના જ યુવાને લગ્ન માટે યુવતીના પિતા સાથે વાતચીત કરી તેના ઘરમા જ રહી અવારનવાર યુવતી પર દુષ્કર્મ ગુજારી બાદમા લગ્નની ના પાડી દેતા આ યુવતીઅે તેની સામે સાવરકુંડલા શહેર પાેલીસમા ફરિયાદ નાેંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, લગ્નની લાલચ આપી યુવકે યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાની આ ઘટના સાવરકુંડલામા બની હતી.

અહીની 28 વર્ષીય યુવતીઅે આ અંગે કબીર ટેકરી વિસ્તારના ઇન્દિરા આવાસમા ફ્રેન્ડસ સાેસાયટીમા રહેતા બ્રિજેશ રાજુભાઇ ટાંક સામે ફરિયાદ નાેંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે આ યુવાને તારીખ 29/4થી લઇ તારીખ 1/8ના સમયગાળા દરમિયાન તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. તે જયાં કામ કરતી હતી ત્યાં તેની સાથે આ યુવાને પરિચય કેળવ્યાે હતાે અને બાદમા માેબાઇલ નંબર માંગી અવારનવાર વાતાે કરી મિત્રતા કેળવી હતી.

આ યુવાને તેની સાથે લગ્ન કરવાનાે પ્રસ્તાવ મુકી આ મુદે યુવતીના પિતા સાથે પણ વાતચીત કરી હતી. ત્યારબાદ અવારનવાર તે આ યુવતીના ઘરે જઇ સાથે રહેતાે હતાે. અને બળજબરીથી તેના પર દુષ્કર્મ આચરતાે હતાે. બાદમા આ યુવાને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બનાવ અંગે સ્થાનિક પીઅેસઆઇ અેચ.અેચ.સેગલીયા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...