વિવાદ:સાવરકુંડલામાં 3 શખ્સે મહિલાને માર માર્યાે, રાવ

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીયરના ઘરે વાસણાે લેવા મુદ્દે પુછતા બાેલાચાલી કરી

સાવરકુંડલામા નુરાનીનગર પાસે રહેતા અેક મહિલાઅે તેના દીયરના ઘરે ત્રણ શખ્સાે વાસણ અને કપડા લઇ જતા હેાય તેણે પુછતા અા શખ્સાેઅે ગાળાે અાપી મુંઢમાર મારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહીના નુરાનીનગર ઢાળ પાસે રહેતા ફાતેમાબેન અબ્દુલભાઇ અગવાન (ઉ.વ.30) નામના મહિલાઅે સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના દીયર શાકીરભાઇના ઘરે અફસાનાબેન, પીન્ટુભાઇ સેલાેત અને અાસ્તાનાબેન કપડા અને વાસણાે લેવા લાગતા તેણે અા બાબતે પુછયુ હતુ. જાે કે અા શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ ગાળાે અાપી બાેલાચાલી કરી મુંઢમાર મારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે નાયબ પાેલીસ અધિક્ષક અે.જી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...