તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રૂગનાથપુરમાં બસ રીવર્સમાં લેતા વૃદ્ધનું કચડાઇ જતા મોત

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેશનથી ઘર તરફ જઇ રહ્યાં હતા : ચાલક નાસી છુટ્યાે

ખાંભા તાલુકાના રૂગનાથપુરમા રહેતા અેક વૃધ્ધ બસ સ્ટેશનથી ઘર તરફ જઇ રહ્યાં હતા ત્યારે અહી ખાનગી બસના ચાલકે બસ રીવર્સમા લેતા વૃધ્ધનુ કચડાઇ જવાથી માેત નિપજયું હતુ.

બસ હેઠળ કચડાઇ જવાથી વૃધ્ધના માેતની અા ઘટના ખાંભાના રૂગનાથપુરમા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા ગાેવિંદભાઇ સાવલીયા નામના વૃધ્ધ ગામના બસ સ્ટેશન પાસે બેઠા હતા. બપાેરના સાડા ચારેક વાગ્યાના સુમારે તેઅાે ઉભા થઇને ઘર તરફ જઇ રહ્યાં હતા ત્યારે ખાનગી બસ નંબર જીજે 05 અેવી 1111ના ચાલકે બસ રીવર્સમા લેતા ગાેવિંદભાઇ નીચે કચડાઇ ગયા હતા.

અકસ્માત સર્જાતા બસનાે ચાલક નાસી છુટયાે હતાે. ગાેવિંદભાઇને 108 અેમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખાંભા સરકારી દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જયાં ફરજ પરના ડાેકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે અશાેકભાઇ ગાેવિંદભાઇ સાવલીયાઅે ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ સૈયદ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...