તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CCTV:રાજુલાના કાતર ગામમાં સિંહ પરિવાર આવી ચડતા પશુઓમાં અફરાતફરી મચી, 1 પશુનું મારણ કરાયું

અમરેલી19 દિવસ પહેલા
  • ચાર સિંહ બાળ અને સિંહ-સિંહણના આંટાફેરા CCTVમાં કેદ થયા

અમરેલી જિલ્લાના રાજુલાના કાતર ગામમાં વધુ એકવાર સિંહ પરિવાર ઘૂસી આવતા રેઢિયાળ પશુઓમાં અફરાતફરી મચી હોવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. કાતર ગામમાં વધુ એકવાર સિંહ પરિવાર ઘૂસી આવ્યો હોવાની ગામલોકોને જાણ થતા ગામલોકોમાં પણ ડરનો માહોલ છવાયો છે.

જંગલ વિસ્તારની નજીક આવેલા રાજુલા તાલુકાના કાતર ગામમાં રાત્રિના સમયે અવારનવાર સિંહ ઘૂસી આવે છે. રવિવારે રાત્રિના એક વાગ્યાના અરસામાં પણ ચાર સિંહ બાળ સાથે એક સિંહ અને સિંહણ ગામમાં ચડી આવ્યા હતા. સિંહ પરિવાર ગામમાં ઘૂસતા જ ગામની શેરીઓમાં રહેલા શ્વાન અને રેઢિયાળ પશુઓમાં દોડધામ મચી હતી. સિંહ દ્વારા એક પશુનું મારણ પણ કરવામા આવ્યું હતું.

સિંહના આંટાફેરા CCTVમાં કેદકાતર ગામમાં રવિવારે રાત્રિના જે સિંહ પરિવાર ઘૂસી આવ્યો હતો તેની તમામ ગતિવિધિ ગામમાં દરબાર ગઢની ડેલી બહાર લગાવવામા આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. આ CCTV સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...