મારામારી:રાજુલાના ચાંચ ગામે બે શખ્સાેએ યુવકને લાેખંડનો સળિયો ફટકાર્યો

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
  • મુંઢમાર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી

રાજુલા તાલુકાના ચાંચમા રહેતા અેક યુવકને અહી જ રહેતા બે શખ્સાેઅે બાેલાચાલી કરી લાેખંડના સળીયા વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા મરીન પીપાવાવ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. ચાંચમાં રહેતા જેન્તીભાઇ મગનભાઇ ચાૈહાણ (ઉ.વ.30) નામના યુવકે મરીન પીપાવાવ પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે દુકાને માવાે ખાવા જતા હાેય ત્યારે મહેશ લખમણભાઇ ગુજરીયા, સંજય જખરભાઇ શિયાળ નામના શખ્સાેઅે બાેલાચાલી કરી લાેખંડના સળીયા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી.

જયારે મહેશભાઇ લખમણભાઇ ગુજરીયાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે ગામમાથી ઘરે જતા હતા ત્યારે જેન્તીભાઇ મગનભાઇ, ભીખાભાઇ ઉકાભાઇઅે બાેલાચાલી કરી મુંઢમાર મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેચ.અેચ.કામળીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...