• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Rajula's Barbatana Village, The Driver Ran After The Tractor Lion And Annoyed, The Forest Department Ordered An Investigation.

સિંહની પજવણીનો વીડિયો વાઇરલ:રાજુલાના બર્બટાણા ગામમાં ચાલકે ટ્રેક્ટર સિંહની પાછળ દોડાવી હેરાન કર્યો, વન વિભાગે તપાસના આદેશ આપ્યા

અમરેલી18 દિવસ પહેલા
  • થોડા દિવસ પહેલાં જાફરાબાદના ફાસરિયા ગામનો વીડિયો પણ વાઇરલ થયો હતો

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાંથી સિંહની પજવણી કરાતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં વાડી વિસ્તારમાં એક ટ્રેક્ટરચાલક સિંહ પાછળ પોતાનું ટ્રેક્ટર ભગાવી દોડતા સિંહનો વીડિયો ઉતારી રહ્યાનું જોવા મળે છે. જંગલના રાજા એવા સિંહની પજવણીની ઘટના સામે આવતાં સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. આ વાઇરલ વીડિયો મામલે વન વિભાગે તપાસ શરૂ કરી છે.

વન વિભાગે તપાસના આદેશ આપ્યા
અમરેલી જિલ્લામાં સિંહની પજવણી કરાતી હોવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. તો આવી ઘટનાઓ અટકાવવા વન વિભાગ પણ સક્રિય રીતે કામગીરી રહ્યો છે. એમ છતાં સિંહોની પજવણીની ઘટનાઓ અટકતી નથી. ત્‍યારે વધુ એક વખત સિંહની પજવણી થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જોવા મળ્યા મુજબ, રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાં વાડીમાં રહેલા સિંહ પાછળ ટ્રેક્ટરચાલક પોતાનું ટ્રેક્ટર દોડાવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. જયન પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે 'હું આ વીડિયો મામલે તપાસ કરવાનો છું.'

જાફરાબાદનો પણ વીડિયો સામે આવ્યો હતો
થોડા દિવસ પહેલાં જાફરાબાદના ફાસરિયા ગામનો વીડિયો પણ સોશિયલલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં વન વિભાગ દ્વારા એક કારચાલકને કાર સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...