રાજુલામા મફતપરા વિસ્તારમાં રહેતો એક યુવક ખાનગી કંપનીના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે આ યુવકને વિદેશી દારૂની 16 બોટલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ મથકના પીઆઇ ડી.વી.પ્રસાદ તથા સ્ટાફના ભરતભાઇ વાળા, ડી.ડી.મકવાણા, કનુભાઇ ધાંધળ, રોહિતભાઇ, મીતેશભાઇએ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે એક યુવકને વિદેશી દારૂની 16 બોટલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે અહીના મફતપરામા રહેતા કાર્તિક રામભાઇ ગોહિલ નામના યુવકની ધરપકડ કરી કુલ રૂપિયા 5250નો મુદામાલ કબજે લીધો હતો. આ યુવક ખાનગી કંપનીના પાર્સલની આડમા દારૂની હેરાફેરી કરી રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.