વિરોધ:ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત થતા રાજુલામાં કોંગી કાર્યકરોએ રામધૂન કરી

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેસરી નંદન હનુમાન મંદિર ખાતે કોંગી કાર્યકરોએ એકઠા થઇ હનુમાન ચાલીસા અને રામધૂન બોલાવી

અમરેલી જિલ્લામાં આવેલા તાઉ-તે વાવાઝાડામાં નુકસાનની સહાયમાં સહાયમાં વિસંગતતા કરાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે અનેક રેલીઓ કાઢી વિરોઝ કર્યા બાદ આ મુદ્દો કોંગ્રેસ દ્વારા ગાંધીનગર લઈ જવાયો હતો. જેમાં પરેશ ધાનાણી સહિત 25 ઉપરાંત ધારાસભ્યોએ બેઠક યોજી હતી. જ્યાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પરેશ ધાનાણીને માથામાં ઈજા થઈ હતી. જ્યારે 26 જેટલા ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. જેના પ્રત્યાઘાતો રાજુલા કોંગ્રેસમાં પડ્યા છે. રાજુલામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કેસરી નંદન હનુમાન મંદિર ખાતે એકઠા થઇને હનુમાન ચાલીસા અને રામધૂન બોલાવી સરકારને સતબુદ્ધિ આપવા પ્રાર્થના કરી હતી.

કોંગ્રેસ દ્વારા તાઉ-તે વાવાઝોડા દરમિયાન માછીમારોને પૂરતું વળતર ન અપાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના માટે સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહ્યા હતા. પરેશ ધાનાની, અમિત ચાવડા અને અન્ય કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા સંકુલમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ભેગા થવાના હતા. તે પહેલાં જ પોલીસ આવી અને બધાને રોક્યા ત્યારે ઝપાઝપી થઈ. જેમાં પરેશ ધાનાનીને ઇજા થઈ હતી જ્યારે અન્ય તમામને પોલીસે ડિટેઇન કર્યા હતા. જે અંગે રાજુલામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કેસરી નંદન હનુમાન મંદિર ખાતે એકઠા થઇને હનુમાન ચાલીસા અને રામધૂન બોલાવી સરકારને સતબુદ્ધિ આપવા પ્રાર્થના કરી હતી.

આ અંગે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રાએ જણાવ્યું હતું કે, 4 મહિના થયા વાવાઝોડાની સહાયને લઈ વિસંગતા અનેક પરિવારો હજુ સહાય વિહોણા છે. આજે કોંગ્રેસના ધારાસભ્યોની ગાંધીનગર અટકાયત કરી છે. સરકાને ઈશ્વરને સતબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.

અન્ય સમાચારો પણ છે...