તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:રાજુલામાં વિજ કર્મચારીઓએ 70 ટકા સમારકામ પૂર્ણ કરી દીધું

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા તાકીદે કોન્ટ્રાકટ આપી સ્ટ્રીટ લાઇટ શરૂ કરાવે: વેપારીઓ
  • આગામી ત્રણેક દિવસ બાદ વિજપુરવઠાે સંપુર્ણ કાર્યરત થવાની શકયતા

રાજુલામા વાવાઝાેડાઅે વિનાશ વેર્યા બાદ પાછલા પંદરેક દિવસથી વિજ પુરવઠાે ખાેરવાયેલાે છે. જાે કે વિજ તંત્રની રાત દિવસની મહેનત બાદ હાલ સમારકામની 70 ટકા કામગીરી પુર્ણ થઇ છે. અાગામી ત્રણેક દિવસ બાદ વિજ પુરવઠાે સંપુર્ણ કાર્યરત થવાની શકયતા જાેવાઇ રહી છે. જાે કે હજુ સ્ટ્રીટ લાઇટ બંધ છે.

વિજ તંત્ર દ્વારા હાલ 70 ટકા કામગીરી પુર્ણ થઇ ચુકી છે. પીજીવીસીઅેલના કાર્યપાલક ઇજનેર નિનામાઅે જણાવ્યું હતુ કે શહેરના જુદાજુદા વિસ્તારમા અાધુનિક સાધનાેની મદદથી વિજપાેલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. હાલ શહેરના 70 ટકા વિસ્તારાેમા વિજ પુરવઠાે શરૂ થયાે છે. અાગામી તારીખ 4/6ના રાેજ અાખા શહેરમા વિજ પુરવઠાે મળતાે થઇ જશે.

જાે કે હજુ પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના સમારકામની કાેઇ કામગીરી હાથ ધરવામા અાવી નથી. જેના કારણે હજુ અંધારપટ જાેવા મળી રહ્યાે છે. અહીના વેપારીઅાેઅે માંગ કરી હતી કે પાલિકા દ્વારા તાકિદે કાેન્ટ્રાકટ અાપી સ્ટ્રીટ લાઇટ શરૂ કરાઇ.

અન્ય સમાચારો પણ છે...