તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Rajula, The Operation Of The Gas Pipeline Has Been Delayed Due To Non issuance Of NOC By The Municipality, Disturbing The Population Of One Lakh.

હાલાકી:રાજુલામાં પાલિકાએ એનઓસી ન આપતાં ગેસ પાઈપ લાઈનની કામગીરી ટલ્લે ચઢી, એક લાખ જેટલી વસતિ પરેશાન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ શરૂ કરવા પાલિકા પૂર્વ પ્રમુખની જિલ્લા કલેકટરને રજૂઆત

રાજુલામાં ઘરે ઘરે પાઈપલાઈન મારફત ગેસ પહોંચાડવાની કામગીરી પાલિકાએ એનઓસી ન આપતા ખોરંભે ચડી છે. જેના કારણે લોકોને ગેસના બાટલા પર આધાર રાખવો પડે છે. અને તાત્કાલીક બાટલો ન મળતા ગૃહિણીઓ પરેશાન છે. પાલિકા પૂર્વ પ્રમુખ રવુંભાઈ ખુમાણે તાત્કાલીક અટકી પડેલી ગેસ પાઈપલાઈનની કામગીરી શરૂ કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. શહેરમાં મોટા પાયે ઉદ્યોગો ધમધમે છે. અહી એક લાખ જેટલી વસતિ વસવાટ કરે છે. તેમજ બહારથી પણ લોકો કંપનીઓમાં કામ માટે આવે છે. પણ ગેસના બાટલા સમયસર મળતા નથી. જેના કારણે પરેશાની વેઠવી પડે છે.

બીજી તરફ નગરપાલિકાએ પહેલા ઘરે ઘરે ગેસ પહોંચાડવા પાઈપલાઈન માટે એનઓસી જાહેર કરી હતી. પણ થોડા સમય બાદ કોઈ કારણોસર કોન્ટ્રાકટ બદલાયો હતો. રાજુલા શહેરમાં છેલ્લા બે વર્ષથી ગેસ પાઈપલાઈનની કામગીરી ખોરંભે ચડી છે.થોડા દિવસ પહેલા ગેસ પાઈપલાઈની એક કિલોમીટર સુધી કામગીરી શરૂ થઈ હતી.

પણ નગરપાલિકાએ જુનુ એનઓસી માન્ય રાખ્યું ન હતું. ઉપરાંત 10 દિવસ પહેલા પાલિકાએ ગેસ પાઈપલાઈનની કામગીરીમાં એનઓસી નહી આપવાનો ઠરાવ પસાર કર્યો છે. જેના કારણે અત્યારે આ કામગીરી ટલ્લે ચડી છે. આ જોતા તો આગામી દિવસોમાં પણ લોકોને ગેસના બાટલામાંથી છુટકારો મળશે નહી.

કામગીરી બંધ થતાં ગૃહિણીઓમાં કચવાટ
રાજુલામાં વર્ષો પહેલા પાલિકાએ ઘેર-ઘેર ગેસ પાઈપલાઈન આધારે ગેસ આપવાની જાહેરાત કરી હતી. પણ પાલિકામાં સત્તા પરીવર્તન થતા આ કામગીરી ખોરંભે ચડી છે. જેના કારણે ગૃહિણીઓમાં કચવાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...