અમરેલી જીલ્લાના રાજુલા શહેરની પીસીપીએનડીટી એકટ 1994 પ્રમાણે રજીસ્ટ્રેશન ધરાવતી તમામ હોસ્પિટલોમા ડિસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી ડૉ.રશ્મિકાંત જોષીના માર્ગદર્શન હેઠળ ઓચિંતાનુ ક્લિનિક વેરિફિકેશન એકજ સમયે હાથ ધરવામા આવ્યું હતું. જેમાં ચેકિંગ દરમિયાન પીસીપીએનડીટી એકટના નિયમોનુસાર નિભાવવાના થતા રેકર્ડ રજીસ્ટરો, ફોર્મ–એફ, સોનોગ્રાફી મશીન ચેકિંગ,ભ્રુણ પરીક્ષણ અંગેનું બોર્ડ તેમજ અન્ય કાયદાને લગતી વિગતોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ હોસ્પિટલના ડોકટર્સને ભ્રુણ પરીક્ષણ અંગે કાયદાનું ચુસ્ત પાલન કરવા તેમજ પોતાની હોસ્પિટલના પીસી પીએનડીટી કાયદા હેઠળ નિભાવવાના થતા તમામ રેકર્ડમાં કોઈ ક્ષતિ ન રહે તે અંગે સૂચનો આપવામાં આવ્યા હતા.
આ ઓચિંતુ વેરિફિકેશન ડૉ.રશ્મિકાંત જોષી,ડૉ.જી.જે.ગજેરા,ડૉ. ગુંજન મોવલીયા,રિતેશભાઈ સોની,તાલુકા હેલ્થ ઓફિસર બગસરા,ધારી,સાવરકુંડલા અને બાબરા,સંજયભાઈ લહેરી તેમજ નયનભાઈ સોની સહિતની સમગ્ર ટીમ દ્વારા કરવામા આવેલ તેમજ ડૉ.રશ્મિકાંત જોષી દ્વારા સરકારી હોસ્પિલની મુલાકાત લઈ ફેમિલી પલાનીંગ કામગીરી અને સ્વચ્છતા બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા
અમરેલી અધિક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા પ્રમાણે રજીસ્ટ્રેશન ધરાવતી હોસ્પિટલોમા 30 દિવસના ઓડિયો વીડિયો રેકોર્ડિંગ સાથેના સીસીટીવી કેમેરા હોવા જોઈએ તેમજ સોનોગ્રાફી થતા રૂમમા અધિકૃત વ્યક્તિ કે દર્દી સિવાય કોઈ વ્યક્તિને પ્રવેશ કરવા પર મનાઈ હોવાનુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા દ્વારા જણાવી દર મહિને તેજસ આર.ધ્રાગધરીયા દ્વારા રાજુલા તાલુકાના રિપોર્ટિંગની કામગીરી કરવામા આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.